1 માર્ચથી રસીકરણનો બીજો તબક્કો શરુ થશે ,જાણો કોને મળશે અને તેની કિંમત કેટલી હશે ?

vexsin
vexsin

1 માર્ચથી દેશમાં કોરોના રસીકરણનો બીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે.ત્યારે આ દિવસથી, 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 વર્ષથી ઉપરના લોકોને જે ગંભીર રોગોથી પીડિત છે, તેમને કોરોના રસી આપવામાં આવશે.કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી . 24 ફેબ્રુઆરીએ જાવડેકરે જણાવ્યું હતું કે બીજા તબક્કામાં ખાનગી સેન્ટરો પર પણ રસી આપવામાં આવશે.આ ચરણમાં કોને રસી આપવામાં આવશે? અને તેઓને મફત આપવામાં આવશે ? અહીં દરેક મહત્વપૂર્ણ સવાલનો જવાબ જાણો.

Loading...

બીજા તબક્કામાં કોરોના રસી આવા લોકોને આપવામાં આવશે : હેલ્થકેર અને ફ્રન્ટલાઈન કામદારો કે જેમણે હજી સુધી રસી લીધી નથી,60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 45 વર્ષથી ઉપરના લોકો કે જેઓ થોડી બીમારી સાથે સંઘર્ષ કરી રહ્યા છે ,રસીકરણ મફત હશે? ના. સરકારી રસી કેન્દ્રમાં નિ: શુલ્ક રસી લગાવવામાં આવશે. જેઓ ખાનગી સેન્ટરમાં રસી મેળવવા માંગે છે, તેઓએ કિંમત ચૂકવવી પડે છે.

કેટલી કિંમત હશે ? કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે આરોગ્ય મંત્રાલય 3-4 દિવસની અંદર કિંમત નક્કી કરશે. અને જાવડેકરે કહ્યું કે સરકાર, ઉત્પાદક અને હોસ્પિટલો વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે.બીજા તબક્કામાં કેટલા કેન્દ્રોને રસી આપવામાં આવશે?કોરોના રસીકરણ 10 હજાર સરકારી કેન્દ્રોમાં અને 20 હજારથી વધુ ખાનગી હોસ્પિટલોમાં હશે.

Read More