સૌરાષ્ટ્રના રાત્રે આકાશમાં ચમકતી લાઈટ અને ભેદી ધડાકાનું રહસ્ય ખુલ્યું….

lightsaur
lightsaur

અવકાશમાં દેખાતો પ્રકાશ જોઇને લાગે છે કે અવકાશથી કોઈ ઉપગ્રહ તૂટી ગયો છે. આવી બાબતો ભૂતકાળમાં બની છે ઉપલેટામાં વિસ્ફોટ પણ સંભળાયો હતો, જે સૂચવે છે કે વિમાન ક્રેશ હોય.સૌરાષ્ટ્રના ઉપલેટા અને જૂનાગઢના આકાશમાં ગઈકાલે સાંજે જોવા મળતા પ્રકાશની ચમકથી લોકોમાં કુતુહલ સજાયું છે.ત્યારે આકાશમાં જોવા મળેલી આ ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે ઇશ્રોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિકે ધનંજય રાવલ સાથે લાઈટની ફ્લેશ અને ધડાકાનું પાછળનું કારણ શોધવા માટે વાત કરી છે.

આ રેડ લાઈટ અંગે ધનંજય રાવલે જણાવ્યું કે, “આવી ઘટનાથી ડરવાની જરૂર નથી. તે એક સામાન્ય ઘટના છે.” ઘણાં ઉપગ્રહો વિવિધ સંશોધન માટે અવકાશમાં છે, આવા હજારો ઉપગ્રહો અવકાશમાં તરતા હોય છે. ત્યારે અવકાશમાં દેખાતા પ્રકાશ જોતા એવું લાગે છે કે અવકાશથી કોઈ ઉપગ્રહ તૂટી ગયો હોય. ભૂતકાળમાં આવી ઘટનાઓ સામે આવી છે

ત્યારે પણ તે સ્પષ્ટ થઈ ગયું છે કે તે ઉપગ્રહ છે. તે સિવાય જ્વાળાઓ પીળી અને લાલ રંગની હોય છે. ઉપલેટામાં વિસ્ફોટ પણ સંભળાયો હતો, જે સૂચવે છે કે વિમાન ક્રેશ થયું હોય. આ એટલા માટે છે કારણ કે એરક્રાફ્ટમાં બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવતા ગેસોલીનને બાળી નાખવાથી આવી રંગીન જ્વાળાઓ ઉત્પન્ન થાય છે.

સાયન્સ સિટીના નરોત્તમ સાહુએ કહ્યું કે જો આકાશમાં કોઈ આવી ઘટના જુએ તો કોઈ પણ માણસને જાણવાનું ઉત્સુક બની જાય છે. પૃથ્વીની આસપાસ વિવિધ ઉપગ્રહો ફરતા હોય છે. ત્યારે લો ઓર્બિટમાં સેટેલાઇટ છે. જો આપણે 400 કિ.મી.થી ઉપર જઈએ, તો આપણે આવા ઉપગ્રહો જોઈ શકીએ છીએ. ત્યારે આશરે 3000 ઉપગ્રહો આકાશમાં ભ્રમણ કરતા જોવા મળે છે. રાત્રે 50 થી 60 લાઇટ એક જ લાઈનમાં જતા જોવા મળે છે. આ લાઇટ્સ ફાયર બબલ્સ જેવી છે. તે ઉલ્કા નહીં પરંતુ ઉપગ્રહ હતો.

Read More