માતાને તીર્થયાત્રા કરાવવા માટે પુત્રએ સ્કૂટર પર 57000 કિ.મી.ની યાત્રા કરી, આનંદ મહિન્દ્રાએ આપી નવી કાર

mahindra
mahindra

ગયા વર્ષે એક સમાચારે ખુબજ ચર્ચામાં આવી હતી, જેમાં એક દીકરાએ તેની 70 વર્ષીય માતાને બજાજ ચેતક સ્કૂટર પર 57,000 કિ.મી.ની યાત્રા કરાવી હતી. એક જ પુત્ર ફરી એક વખત ચર્ચામાં છે. ડી.કૃષ્ણ કુમાર વિશે વાત કરી રહ્યા છીએ, જેની ઓળખ સોશ્યલ મીડિયા પર આજકાલ કળિયુગના ‘શ્રવણ કુમાર’ તરીકે થઈ રહી છે.

Loading...

માતાને તીર્થ યાત્રા કરાવવા માટે પુત્રએ નોકરી છોડી:હકીકતમાં, 39 વર્ષીય ડી કૃષ્ણ કુમારે તેની માતાને તીર્થ યાત્રા કરાવવા માટે ટે નોકરી છોડી દેવાનું નક્કી કર્યું હતું અને બજાજ ચેતકથી તેમને તીર્થયાત્રા કરાવવા નીકળી ગયા હતા. પુત્રની આ નિસ્વાર્થ સેવાની આખા દેશશે પ્રશંસા કરી હતી .

આનંદ મહિન્દ્રાએ ગિફ્ટમાં કાર આપી :કુમારની વાર્તા સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આનંદ મહિન્દ્રાનું ધ્યાન ગયું, ત્યારબાદ તેણે કુમારને ભેટ રૂપે નવી મહિન્દ્રા કેયુવી 100 આપવાનું નક્કી કર્યું.

18 સપ્ટેમ્બર 2020 ના રોજ મહિન્દ્રા કંપની તરફથી મૈસુર ભારતીય ગેરેજ તરફથી કુમારને નવી મહિન્દ્રા કેયુવી 100 આપવામાં આવી. કુમારની માતા પણ આ દરમિયાન હાજર હતી. નવી કાર મળ્યા પછી કુમારે તેની માતાને ચામુંડેશ્વરી મંદિરમાં પ્રાર્થના કરવા લઇ આવ્યો .

Read More