વિદ્યાર્થીઓએ કચરામાંથી બનાવી ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર, એક ચાર્જમાં 220 કિ.મી.દોડશે

car
car

ઇલેક્ટ્રિક કારની વિશ્વભરમાં માંગ ઝડપથી વધી રહી છે. આ કારો ફક્ત પર્યાવરણને પ્રદૂષણથી સુરક્ષિત બચાવે છે, પરંતુ આ કારણે ચલાવવા માટે ખૂબ ઓછા ખર્ચ આવે છે. આ કારની સુવિધા વધુ સારી બનાવવા માટે દુનિયાભરની ઓટોમોબાઈલ કંપનીઓ કામ કરી રહી છે.ડચ વિદ્યાર્થીઓની એક ટીમે ઉત્તમ ઇલેક્ટ્રિક કાર બનાવવા માટે કચરાનો ઉપયોગ કર્યો છે. એક વિદ્યાર્થીએ આ કારને સમુદ્રમાંથી બહાર કાઢવામાં આવેલા પ્લાસ્ટિક, રિસાયકલ ,બોટલો અને ઘરોમાંથી આવતો કચરાનો ઉપયોગ કરીને આ કર બનાવી છે છે. આ વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રિક કારનું નિર્માણ કર્યું છે તેઓ આઇન્ડહોવનની તકનીકી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.

Loading...

આ કાર બનાવવા માટે સખત માં સખત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતા ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને રમકડામાં જોવા મળે છે. સખત પ્લાસ્ટિક અને ઘરના કચરામાંથી દૂર કરીને અને આ કાર બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ ઇલેક્ટ્રિક કારની સીટો બનાવવા માટે ઘોડાના વાળ અને નાળિયેરના વાળનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓએ કચરાની મદદથી આ કારને સ્પોર્ટી લુક આપ્યો છે. આ કાર બે સીટરની છે જે પેઇન્ટેડ રંગની છે. વિદ્યાર્થીઓએ આ કારનું નામ ‘લુકા’ રાખ્યું છે. આ કાર પ્રતિ કલાક 90 કિલોમીટરની ઝડપ પકડવામાં સક્ષમ છે. જો તમે રેંજની વાત કરો તો આ કાર એકવાર ચાર્જ થવા પર 220 કિમીનું અંતર કાપવામાં સક્ષમ છે. કાર વિશેની આ માહિતી આઇન્ડહોવનની તકનીકી યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી છે.

લુકા કારને તૈયાર કરવા માટે 22 વિદ્યાર્થીઓની ટીમે સાથે મળીને કામ કરતી હતી. ખાસ વાત એ છે કે આટલી મોટી ટીમ હોવા છતાં, આ કારને બનાવવામાં 18 મહિનાનો સમય લાગ્યો છે. આ કાર હવે તૈયાર થઈ ગઈ છે અને વિશ્વભરની ઓટોમોબાઈલ કંપનીઓ આ કાર પર નજર રાખી રહી છે.

Read More