જામનગરના આ ગામની અનોખી પરંપરા,કૂવામાં નાંખેલો રોટલો જે દિશામાં જાય તેવો વરસાદ પડે…

jamnager
jamnager

આ પરંપરાનો અનોખો ઇતિહાસ છે જામનગર શહેરની નજીક અમરા ગામ આવેલું છે ત્યાં કોઈ પણ પરિવારને બાળકનું સુખ નહોતું. ત્યારે ગામલોકોને બ્રાહ્મણો પાસેથી તેનું કારણ જાણવા મળ્યું. ત્યારે બ્રાહ્મણોએ કહ્યું હતું કે વર્ષો પહેલા એક મહિલા કુવામાં પડી જતા મૃત્યુ પામી હતી અને આ મહિલાના મૃત્યુ પછી જો દર વર્ષે રોટલીને કૂવામાં ફેંકી દેવામાં આવે તો વરસાદની આગાહી પણ કરવામાં આવશે. આ પરંપરા ત્યારથી ચાલે છે. ત્યારે એક તરફ આધુનિક તકનીકી દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને બીજી બાજુ જૂની પરંપરા હજી પણ જીવંત છે.

અમરાના ગામ લોકોએ જણાવ્યું હતું કે અમરા ગામના લોકો આજે પણ જૂની પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. ત્યારે આજના યુવાનો તેમના હાથમાં આધુનિક મોબાઈલ લઈને આ પરંપરામાં જોડાતા જોવા મળે છે.ત્યારે અમરા ગામના લોકોએ આગાહી કરી છે કે ભામરીયા કુવામાં ફેંકી દેવાયેલી રોટલીથી આ વર્ષે વરસાદ સારો રહેશે.

આ વર્ષે ભમ્મરિયા કૂવામાં ફેંકી દેવાયેલી રોટલી ઉગમણી દિશામાં પર ગઈ છે. તેથી લોકો જણાવી રહ્યા છે કે આ વર્ષ દરમિયાન સારો વરસાદ થશે અને વર્ષ સારૂ રહેશે. ત્યારે જામનગર જિલ્લાના ‘અમરા’ ગામમાં રોટલા પધરાવવાની પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવી છે. બીજી તરફ અમરા ગામમાં લોકો દર વર્ષે ભમ્મરિયા કૂવામાં રોટલી ફેંકી દે છે અને વરસાદની આગાહી મેળવે છે.

Read More