ગોંડલમાં સવારથી હવામાનમાં પલટો આવતા હડમતાળામાં વરસાદી છાંટા

gondalvarsad
gondalvarsad

ગોંડલમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે વાદળછાયું વાતાવરણ થતા હડમતળામાં વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતા ફેલાઇ હતી.ત્યારે આ કમોસમી વરસાદથી શિયાળાના પાકને નુકસાન થઈ શકે છે. ગોંડલમાં વાતાવરણમાં પલટો આવતા ધીમે ધીમે ઠંડી પડી રહી છે.

Loading...

રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે તેના લીધે આજે વહેલી સવારે રાજ્યના અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા ત્યારે અમદાવાદ અને સાણંદ શહેરમાં પણ હવામાનમાં પલટો આવ્યો હતો. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદે ખેડૂતોમાં ચિંતા વધારી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર બનતા તેના કારણે રાજકોટ શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે.ત્યારે હાલમાં ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે ત્યારે આગામી પાંચ દિવસ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ચાર દિવસ હળવા વરસાદની આગાહી કરી છે. જેના કારણે આજે સવારે રાજકોટમાં કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટા પડ્યા હતા.

Read More