દુનિયાનો પહેલો કેસ :સફેદ ફંગસના કારણે દર્દીના આંતરડામાં કાણું પડી ગયું , આ શહેરમાં જોવા મળ્યો કેસ

funges
funges

પેટની પીડા અને ઉલટી થવાથી આ મહિનાની 13 મી તારીખે 49 વર્ષીય મહિલાને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારે આ મહિલા કેન્સરથી પીડાતી હતી અને હાલમાં જ તેણે કીમોથેરાપી કરાવી હતી. જ્યારે મહિલાએ હોસ્પિટલમાં સીટી સ્કેન કરાવ્યું હતું, ત્યારે તેને આંતરડામાં કાણું હોવાનું માલુમ પડ્યું હતું.

સફેદ ફૂગને કારણે આંતરડા અને નાના આંતરડામાં કાણું જોવા મળ્યું છે. આ કેસ દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં જોવા મળ્યો હતો. હોસ્પિટલનો દાવો છે કે આ વિશ્વનો પહેલો કેસ છે.

સર ગંગારામ હોસ્પિટલના ગેસ્ટ્રોએંટોરોલોજી અમિત અરોરાએ જણાવ્યું હતું કે, ચાર કલાકની શસ્ત્રક્રિયા બાદ મહિલાની ફૂડ પાઇપ, નાના આંતરડા અને મોટા આંતરડામાં પડેલા કાણાને ભરાયા હતા. ત્યારે જ પ્રવાહી લિકેજ બંધ કરાયો હતો.

ડો.અરોરાએ જણાવ્યું હતું કે સ્ટીરોઈડના ઉપયોગ પછી કાળા ફૂગના કારણે આંતરડાની છિદ્રના કેટલાક કિસ્સાઓ તાજેતરમાં પ્રકાશમાં આવ્યા છે. સફેદ ફૂગ દ્વારા કોવિડ -19 ચેપ પછી ફૂડ પાઇપ, નાના આંતરડા અને મોટા આંતરડામાં છિદ્ર આવવાનો આ વિશ્વનો પ્રથમ કેસ છે.

Read More