માનવતાથી કોઇ મોટો ધર્મ નથી,મસ્જિદને બનાવી દીધી કોવિડ હોસ્પિટલ

masjid
masjid

વડોદરામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. કોરોના દર્દીની ઝડપથી સંખ્યા વધતાં હોસ્પિટલોમાં બેડ ઓછા પડી ગયા છે ત્યારે સ્થિતિમાં લોકોની મદદ માટે ઘણા ધાર્મિક સ્થળ આગળ આવી રહ્યા છે.

વડોદરામાં સ્વામિનારાયણ મંદિરમાં 500 પથારીની સુવિધાવાળી એક હોસ્પિટલ બનાવવામાં આવી છે. અહીં કોરોના દર્દીઓને આઇસોલેટ કરવામાં આવે છે અને જરૂર મુજબ ઓક્સિજન આપવામાં આવે છે.

દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેમાં વડોદરા શહેરમાંથી એક સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. અહીંની એક મસ્જિદ કોવિડ હોસ્પિટલમાં ફેરવાઈ છે. જહાંગીરપુરા મસ્જિદમાં કોરોના દર્દીઓની સંભાળ રાખવા માટે 50 થી વધુ પલંગની સ્થાપના કરવામાં આવી છે. જે હોસ્પિટલોમાં જગ્યા નથી તે અહીં સારવાર આપવામાં આવે છે.

મસ્જિદના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ઓક્સિજન અને પલંગના અભાવને કારણે તેઓએ મસ્જિદને હોસ્પિટલમાં ફેરવવાનો નિર્ણય લીધો છે. રમઝાન મહિનામાં લોકો માટે જે સારું થઈ શકે તે હું કરી રહ્યો છું.

Read More