નવા મંત્રી મંડળમાં આ નેતાઓને સ્થાન મળશે !મંત્રી મંડળના આ નામોને બહારનો રસ્તો મળશે

cm new
cm new

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયેલા ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે બેઠક કરી હતી ત્યારે બેઠકમાં તેમણે રાજ્યમાં તેમના નેતૃત્વમાં નવી સરકારની રચનાનો દાવો કરતો પત્ર રજૂ કર્યો છે ત્યારે ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ આજે બપોરે 2.20 કલાકે રાજભવન ખાતે યોજવાના છે ત્યારે શપથગ્રહણ સમારોહ બાદ મંત્રીમંડળની રચનાને લઈને બેઠક યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહેશે.

નવા મંત્રીમંડળમાં સામાજિક સમીકરણો, રાજકીય સમીકરણોની ચર્ચા કરવામાં આવશે. ત્યારે નવા નામોને કેબિનેટમાં સ્થાન પણ મળી શકે છે. ત્યારે આજે સવારે શપથ ગ્રહણ સમારોહ પહેલા નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નીતિન પટેલ અને વિજય રૂપાણીને મળ્યા હતા.

ત્યારે નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી સરકાર બનાવવા માટે Vijay વિજય રૂપાણીનું માર્ગદર્શન અને સહકાર માંગ્યો હતો. સાથે કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બાબતે સંપૂર્ણ સહકારની ખાતરી આપી છે. ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે 2.20 કલાકે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના રાજભવનમાં શપથ લેશે.

Read More