દોઢ મહિનાની સફર કરીને કોલકાતાથી લંડન સુધી લઇ જતી હતી આ બસ

londaon
londaon

આજના યુગને આધુનિક યુગ કહેવામાં આવે છે. કારણ કે હવે માનવ જરૂરિયાતની દરેક વસ્તુ ઉપલબ્ધ છે. પછી ભલે તે ખાવાથી લઈને સુવા સુધી, પરિવહન પણ વિશ્વમાં ખૂબ સક્રિય બનીઈ ગયું છે. ત્યારે તમે બધાએ બસ દ્વારા મુસાફરી કરી હશે જે એક સ્થળથી બીજા સ્થળ સુધી પહોંચવામાં મદદ કરે છે.

આજકાલ લોકો લાંબી મુસાફરી માટે ટ્રેન અથવા હવાઇ મુસાફરી કરવાનું વધારે પસંદ કરે છે અને બસમાં લાંબી મુસાફરી કરવાનું પસંદ કરતા નથી. પણ આજે અમે તમને એક બસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં એક મહિના માટે મુસાફરી થતી હતી. તમારી માહિતી તમને જણાવી દઈએ કે આ બસ 70 ના દાયકામાં ખૂબ પ્રખ્યાત હતી.

આશ્ચર્યની વાત એ છે કે તે 45 દિવસની મુસાફરી પછી કોલકાતાથી લંડન પહોંચતી હતી આ બસ. આટલી લાંબી બસ મુસાફરી પણ થઈ શકે છે તે હકીકત ઘણા લોકો સ્વીકારવા તૈયાર ન હોય. પણ આ એકદમ સાચું છે. આ બસ સેવા સિડનીની ટૂર અને ટ્રાવેલ કંપની દ્વારા સંચાલિત હતી. કોલકાતાથી લંડન સુધીની 45 દિવસની સફર …

ત્યારના સમયમાં આવી બસ હતી જે આટલી લાંબી મુસાફરી કરતી. સિડનીની કંપની આલ્બર્ટ ટૂર એન્ડ ટ્રાવેલ્સ દ્વારા 1950 માં બસ સેવા શરૂ કરવામાં આવી હતી, જે 1973 સુધી ચાલુ રહી હતી. આ બસ માટેનો રસ્તો પણ ખૂબ જ રસપ્રદ હતો લંડન જતી આ બસમાં મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હતા.

બસ કોલકાતાથી શરૂ થઈ અને ત્યારબાદ નવી દિલ્હી, કાબુલ, તેહરાન, ઇસ્તંબુલ થઈને લંડન પહોંચી હતી. આ પછી આ બસ આ રસ્તેથી પરત આવતી. આ બસ મુસાફરી દરમિયાન, તે ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું કે લોકોની યાત્રા ખૂબ જ આરામદાયક અને યાદગાર રહે.

Read More