ગઈ કાલે નાયબ મુખ્યમંત્રી અને નાણાં પ્રધાન નીતિન પટેલે ગુજરાતનું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું હતું.ત્યારે તેમાં એક ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતનો ડાંગ જિલ્લો રાસાયણિક ખાતરોથી મુક્ત જાહેર કરાયો છે. ત્યારે નાણામંત્રી નીતિન પટેલે પોતાના બજેટના ભાષણ દરમ્યાન જણાવ્યું હતું કે ડાંગને સંપૂર્ણ પાને રસાયણ મુક્ત ખેતીવાડી જીલ્લો બનાવવા માટે રૂ. 10 હજાર અને બીજા વર્ષે રૂ. 6 હાજર આર્થિક સહાય યોજના માટે રૂ. 32 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ત્યારે મહત્ત્વની વાત એ છે કે, સિક્કીમમાં વર્ષ 2016 થી જૈવિક રાજ્ય છે. ત્યારે સિક્કિમ એક માત્ર દેશમાં જ નહીં પણ વિશ્વમાં પણ 100 ટકા જૈવિક રાજ્ય બની ગયું છે. ત્યારે ગુજરાત સરકાર પણ આ તરફ વળી રહી છે.ઓર્ગેનિક તેમજ કુદરતી ખેતી પર આધારિત ફળ અને શાકભાજી ઉત્પાદનોની સીધી વેચાણ રાજ્યના ખેડુતો દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના શહેરી વિસ્તારોમાં ઓર્ગેનિક કૃષિ બજાર યોજના માટે 20 કરોડ ફાળવવામાં આવ્યા છે.
Read More
- સી.આર પાટીલે કેવી રીતે કરી 5000 ઈન્જેક્શનની વ્યવસ્થા? વિજય રૂપાણીએ આપ્યો જવાબ
- રાજકારણ : સુરતમાં ખાનગી હોસ્પિટલને આપવા રેમડેસિવિર ઈન્જેક્શન નથી ને ભાજપે 1000 ઈન્જેક્શનનું વિતરણ કરતા લાઈનો લાગી
- હવે તો જાગો : રાજકોટ સિવિલની કોરોના હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાંબી કતારો લાગી
- શાળામાં છોકરા ભણાવતા શિક્ષકો હવે સ્મશાનોમાં મડદા ગણશે, 24 કલાકની 3 શિફ્ટમાં કામગીરી બજાવશે
- PM કિસાન યોજનાના આગામી હપ્તા માટે આ ડોકયુમેન્ટ તાત્કાલિક જમા કરાવો, નહીં તો પૈસા નહીં આવે