લગ્ન કરવા હોય કે વિદેશ જવા VISA મેળવવા હોય, ભકતોની દરેક મનોકામના પૂર્ણ કરે છે ગુજરાતના આ હનુમાજી

kemp hanumaji
kemp hanumaji

મનુષ્ય જ્યારે જન્મ લે છે ત્યારે તે અનેક બંધનોથી બંધાયેલો હોય છે. ત્યારે જન્મ સાથે જ તે તેની માતાનો ઋણી બની જાય છે ત્યારે પિતા બાળકના વાલી બને છે… ધીરે ધીરે બાળકના અન્ય સ-બંધો છે.ત્યારે આ સ-બંધ સાથે માણસની ભાવનાત્મક તાર જોડાયેલી છે. સાથે જીવનના મોહથી માણસ અળગા રહી શકતો નથી. ત્યારે માનવ અવતારમાં સુખ અને દુ:ખ એકબીજાના પૂરક છે. ક્યારેક સુખની છાયા હોય છે તો ક્યારેક દુ:ખના રૂપમાં તડકો હોય છે.

Loading...

માનવ અવતારમાં સુખ અને દુ:ખ એકબીજાના પૂરક છે. તો ક્યારેક સુખની છાયા હોય છે તો ક્યારેક દુ:ખના રૂપમાં તડકો હોય છે.ત્યારે શ્રદ્ધા માણસને સુખ-દુઃખના સમયે અડગ ઊભા રહેવાની તાકાત આપે છે. ત્યારે ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં આવેલા હનુમાન મંદિરો આવેલ છે જેના પ્રત્યે ભક્તોની વિશેષ શ્રદ્ધા જોડાયેલી છે.

જ્યારે શ્રદ્ધા કોઈ વસ્તુ સાથે જોડાયેલ હોય ત્યારે માણસને શક્તિ મળે છે. સામાજિક જીવનમાં જીવતા લોકો અનેક સમસ્યાઓથી પીડાય છે. જો કોઈ એવું હોય કે જેના લગ્ન ન થતા હોય, લગ્નની કોઈ સમસ્યા ન હોય તો દંપતીને સંતાન પ્રાપ્તિની ખુશી નથી અને જો બાળકો હોય તો બાળક બોલી શકતું નથી અથવા વિકલાંગ છે. કરવું એટલે ભગવાનમાં શ્રદ્ધા રાખવી. ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા રાખો તો માનસિક કાર્ય પૂર્ણ થાય છે. ભક્તો દેવીમાં શ્રદ્ધા રાખે છે જે તેમના દુ:ખનેમાનતા દેવી દેવતા પાસે માનતા હોય છે.

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા કેમ્પ હનુમાન મંદિરની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી છે. ત્યારે અમદાવાદ કેમ્પ હનુમાન મંદિર બ્રિટિશ શાસન દરમિયાન જલાલપુરા ગામના હનુમાનજી મંદિર તરીકે જાણીતું બન્યું હતું.ત્યારબાદ અમદાવાદ શહેરમાં અંગ્રેજોએ હનુમાન મંદિર પાસે લશ્કરી થાણું બનાવ્યું.ત્યારે અંગ્રેજોએ મંદિરની નજીક હોસ્પિટલ પણ બનાવી હતી. ત્યારે લોકવાયકા એવું કહેવાય છે કે તે સમયે એક બ્રિટિશ અધિકારી મંદિરને ખસેડવાની તૈયારી કરી રહ્યો હતો

જેનો માત્ર મંદિરના પૂજારીઓએ જ નહીં પરંતુ ભક્તોએ પણ વિરોધ કર્યો હતો. ત્યારે ઉગ્ર વિરોધ વચ્ચે, અંગ્રેજોએ મંદિરની નજીકની ચાર ધર્મશાળાઓ તોડી પાડી, નાના મંદિરોને તોડી પાડ્યા અને જ્યારે કેમ્પ હનુમાનજી મંદિરને તોડી પાડવાની તૈયારી ચાલી રહી હતી ત્યારે લાખો કાળા અને પીળા ભમરો મંદિરની દિવાલ પર લાઇન લગાવીને મંદિરની રક્ષા કરવા લાગ્યા. ત્યારે મંદિર તોડવા આવેલા મજૂરો પર દીપડાઓએ હુમલો કર્યો હતો. ત્યારે આ સ્થિતિ જોઈને અંગ્રેજ અધિકારી પણ બજરંગબલીના ચમત્કારને સમજી ગયા અને મંદિર તોડવાનો નિર્ણય પાછો ખેંચી લીધો. ત્યારથી આજદિન સુધી કેમ્પ હનુમાન મંદિર હટાવવામાં આવ્યો નથી. કેમ્પ હનુમાન મંદિરના દરવાજા શનિવારે લોકો માટે ખુલ્લા હોય છે.

છેલ્લા એકાદ દાયકામાં ગુજરાતમાંથી વિદેશ જનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે ઘણા પરિવારો તેમના સંતાનોમાંથી એકને વિદેશ ભણવા અથવા સારી નોકરી મેળવવા મોકલે છે. ત્યારે તમારી આસપાસ એવા ઘણા કિસ્સાઓ તમે સાંભળ્યા હશે કે જેમને સખત મહેનત કર્યા પછી પણ વિઝા નથી મળતા. ત્યારે અહીં હનુમાન દાદા પણ મદદ કરવા આવે છે. ત્યારે લોકોમાં એવી પ્રબળ માન્યતા છે કે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં બિરાજમાન હનુમાનજી વિઝાની સમસ્યા દૂર કરે છે.

Loading...

ત્યારે આ મંદિરની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી છે. સાથે લોકો દ્વારા કષ્ટભંજનનાં પેમ્ફલેટ મળ્યા પછી મંદિર વિસા હનુમાન તરીકે ઓળખાવા લાગ્યું. ખાડિયા વિસ્તારમાં દેસાઈની પોળમાં હનુમાનજી વિઝા આપતા બેઠા છે. માત્ર અમદાવાદમાંથી જ નહીં, દેશભરમાંથી ઘણા લોકો અહીં વિઝા માટે પ્રાર્થના કરવા આવે છે. ભક્તો દર શનિવારે હનુમાનજીના ચરણોમાં માથું ટેકવીને આશીર્વાદ લેવામાં કચાશ રાખતા નથી. બજરંગબલી તેમને શરણે આવેલા ભક્તોની માન્યતાઓને પૂર્ણ કરે છે.

Read More