સોનાના ભાવમાં મોટો ઘટાડો,8000 રૂપિયા સસ્તું થયું,જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ

golds
golds

MCX પર સોનાનો વાયદો મંગળવારે 230 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.ત્યારે ઇન્ટ્રાડેમાં પણ સોનાના વાયદા રેન્જમાં વેપાર કરતા જોવા મળ્યા હતા. મંગળવારે સોનાનો વાયદો ઇન્ટ્રાડેમાં રૂ. 47814 થી રૂ .47990 ની વચ્ચે રહ્યો હતો. ત્યારે સોનાનો વાયદો 47864 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યો હતો આજે પણ સોનાનો વાયદો ખૂબ જ મર્યાદિત નાની રેન્જમાં આગળ વધી રહ્યો છે અને હાલમાં 10 ગ્રામ દીઠ રૂ. 47880 આસપાસ છે.

શેરબજારમાં જબરદસ્ત ઉછાળા વચ્ચે બુલિયન બજારમાં સોનાની ચમક થોડી વધી છે. ત્યારે સોમવારની જેમ આજે પણ સોનાના ભાવમાં થોડો ફેરફાર નોંધાયો છે પણ ચાંદી 403 રૂપિયા વધી છે.ત્યારે 4 ઓગસ્ટના આજના દરની સરખામણી પ્રતિ 10 ગ્રામ 5982 રૂપિયા સસ્તું થયું છે. 4 ઓગસ્ટ 2020 ના રોજ સોનાની હાજર કિંમત 54004 રૂપિયા હતી અને આજે તે માત્ર 48022 રૂપિયા છે.

તેના ઉચ્ચતમ સ્તરથી સોનું લગભગ 8300 રૂપિયા સસ્તું

કોરોના સંકટને કારણે લોકોએ સોનામાં મોટું રોકાણ કર્યું હતું આ ઓગસ્ટ 2020 માં MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 56191 રૂપિયા પહોંચી હતી. ત્યારે સોનું ઓક્ટોબર વાયદા MCX પર 47900 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર રહ્યું છે, એટલે કે તે હજુ પણ લગભગ 8300 રૂપિયા સસ્તું થઈ રહ્યું છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જારી કરાયેલા તાજેતરના ભાવ પ્રમાણે બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનું મંગળવારની સરખામણીએ માત્ર 5 રૂપિયા ખૂલ્યું હતું, ત્યારે ચાંદી 403 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈછે .23 કેરેટ સોનાની વાત કરવામાં આવે તેની કિંમત હવે 47830 રૂપિયા પર પહોંચી ગઈ છે. અને 22 કેરેટ સોનાની કિંમત 43988 રૂપિયા અને 18 કેરેટ 36017 પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે.

Read More