કાબુલથી 290 લોકોને એકસાથે ભારત લાવશે આ વિમાન, 70 અફઘાન નાગરિકો પણ સાથે આવશે

jamnagerair
jamnagerair

ભારત સરકાર અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે સતત કાર્યરત છે ત્યારે ને લોકોને પરત લાવવાના પ્રયાસો ચાલુ છે. કાબુલથી આવતા અફઘાનિસ્તાનથી ભારતીય વાયુસેનાના અન્ય C-17 વિમાન આજે ગાઝિયાબાદના હિંદન એર બેઝ પર ઉતરી શકે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ વખતે ઓપરેશન એરલિફ્ટ 2 માં કેટલાક અફઘાન સાંસદો પણ ભારત આવી શકે છે. ત્યારે આ એરક્રાફ્ટ હિંદન એર બેઝ પર ક્યારે ઉતરશે તે અંગે કોઈ નક્કર માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ આ લોકોને અહીંથી લેવા માટે વહેલી સવારે 5 બસો હિન્ડન એરબેઝ પહોંચી ગઈ છે.

આ વખતે અફઘાનિસ્તાનમાં ફસાયેલા 290 લોકોને સી -17 વિમાન દ્વારા ભારત લાવી શકાય છે. ત્યારે તેમાં 290 લોકોમાંથી 220 ભારતીય અને 70 અફઘાનિસ્તાનના નાગરિક છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે તેમાં કેટલાક શીખ પણ સામેલ છે. તે અફઘાનિસ્તાનના શીખ છે, જેમણે ભારત સરકારને અપીલ કરી હતી કે તેમને ત્યાંથી બહાર કાઢે.

વિદેશ મંત્રાલયના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે વિદેશ મંત્રાલય અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોની પરત ફરવા અંગે એક્શનમાં આવ્યું છે. ત્યારે આ માટે અફઘાનિસ્તાનમાં રહેતા તમામ ભારતીયોનો ડેટા તૈયાર કરવામાં આવી રહ્યો છે અને હેલ્પલાઇન નંબર પરથી 24 કલાક વિગતો તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે વિદેશ મંત્રાલયનું અફઘાન સેલ 24 કલાક સક્રિય છે અને ફોન અને ઈમેલ દ્વારા સંપર્ક કરી શકાય છે.

Read More