ચીનના વુહાન શહેરથી શરૂ થયેલ કોરોના વાયરસ આજે આખી દુનિયા ફેલાઈ જતા ગંભીર જોખમ બની ગયો છે. અત્યાર સુધીમાં આ કોરોનથી કરોડો લોકોને ભરખી ગયો છે. આ રોગના ડરને કારણે લોકો સામાન્ય જીવન જીવવા માટે મજબૂર બન્યા છે. આ રોગચાળામાં માસ્ક, સેનિટાઇઝર જેવી ચીજો લોકોના સામાન્ય જીવનનો ભાગ બની ગઈ છે. ત્યારે શું તમે જાણો છો કે સેનિટાઇઝરની શોધ 55 વર્ષ પહેલાં થઈ હતી.
આજે કોરોનાથી આખી દુનિયા પરેશાન બની ગઈ છે, જેના કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે અને કરોડો લોકો સંક્રમિત બન્યા છે. કોરોનાના ગંભીર સંક્રમણથી બચવા માટે લોકો વારંવાર સાબુથી હાથ ધોવા અને સેનિટાઇઝરનો ઉપયોગ કોરોનાથી બચાવવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યો છે, ત્યારે તમને સેનિટાઇઝર બનાવવાની કહાની જણાવીએ.
આ કહાની 1966 થી શરૂ થાય છે જ્યારે યુએસ રાજ્યના કેલિફોર્નિયા રાજ્યના બેકર્સફિલ્ડ શહેરમાં રહેતી લુપે હર્નાન્ડીઝ નામની મહિલાને સેનિટાઇઝર બનાવવાનો વિચાર આવ્યો, ત્યારે લુપે તે સમયે નર્સિંગની વિદ્યાર્થી હતી, લ્યુપે એક દિવસ વિચાર્યું કે જો દર્દીની મુલાકાત લેતા પહેલા અથવા પછી હાથ ધોવા માટે કોઈ સાબુ અને પાણી ન હોય તો?
તેના આ મોટા વિચારને લુપેના મગજની લાઈટ જલાવી લૂપે વિચાર્યું કે હાથમાંથી સૂક્ષ્મજંતુઓનો નાશ કરનારા અને સાબુથી ભિન્ન હોય અને પાણી વિના પણ કામ કરે એવું કંઈક કેમ બનાવતા નથી! ત્યારે આવી સ્થિતિમાં લુપે દારૂ સાથેનો એક જેલ બનાવ્યો, જેલ બનાવ્યા બાદ તેને તેના હાથ પર લગાડ્યું અને જોયો કે તેનાથી સૂક્ષ્મજંતુઓ પણ નાશ થાય છે અને તેને પાણીની જેમ સૂકવવાની જરૂર નહોતી.
આજે આખી દુનિયા લુપની શોધના સાક્ષી છે. કોરોના બાદ તેનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં થવા લાગ્યો છે પણ લૂપે વિશે બહુ ઓછા લોકો જાણે છે, જે મહિલાએ વિશ્વને આ મૂલ્યવાન ભેટ આપી તે લૂપે હજી પણ જીવે છે કે નહીં તે કોઈને ખબર નથી, પણ તેની ‘શોધ’ ચોક્કસપણે આખા વિશ્વને ફાયદાકારક સાબિત થઇ છે.
Read More
- સોનું અસલી છે કે નકલી કેવી રીતે ઓળખવું? એક્સપેર્ટે ટીપ્સ આપી,ઘરે પણ જાણી શકો છો..
- બુલેટ પ્રુફ જેકેટ અને હાઈ સિક્યોરિટી રૂમ હોવા છતાં સુખદેવ ગોગામેડીએ આટલી બેદરકારી કેમ દાખવી?
- જાણો ઇન્સ્ટાગ્રામ સ્ટાર સોફિયા અંસારી દર મહિને કેટલી કમાણી કરે છે? તમને જાણીને નવાઈ લાગશે
- આજે માં ખોડિયારના આશીર્વાદથી આ રાશિના જાતકોનું ભાગ્ય સૂર્ય કરતા તેજ ચમકશે
- ખજુરભાઈ લગ્ન બંધનમાં બંધાયા..નીતિન જાનીઅને મીનાક્ષી દવેએ પ્રભૂતામાં પગલાં પાડ્યા