સૌરાષ્ટ્રની ભૂમિ સંતો, શૂરાઓ અને પરોપકારીઓની ભૂમિ છે. વિશ્વ વિખ્યાત વિરપુરમાં જલારામબાપાએ ગુરુ ભોજલરામબાપાના આશીર્વાદથી સદાવ્રતની શરૂઆત કરી હતી.આજે શનિવાર એટલે કે મહા સુદ બીજનો સુવર્ણ દિવસ રાજકોટના વિરપુર જલારામબાપાના સ્થળના જયસુખરામ બાપા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે મંદિર દ્વારા એક પણ રૂપિયાનું દાન કે ભેટ સ્વીકારવામાં આવશે નહીં. ત્યારે આવા નિર્ણયને 21 વર્ષ પુરા થયા છે. આ 21 વર્ષ દરમિયાન પૂજ્ય બાપાની જગ્યાએ લાખો ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો છે.
તેમ છતાં વિરપુરના મંદિર દ્વારા સદાવ્રત હજી પહેલાની જેમ જ ચાલે છે.વીરપુર જલારામ મંદિરમાં છેલ્લા 21 વર્ષથી કોઈ પણ પ્રકારની ભેટો કે દાન સ્વીકાર્ય નથી.ત્યારે જલારામ બાપાનો સૌથી મોટો ચમત્કાર એ છે કે 201 વર્ષથી અન્નક્ષેત્ર અવિરત ચાલુ છે, તેમ જલારામ બાપાના વંશજ ભરતભાઇ ચંદ્રાણીએ જણાવ્યું હતું.વિશ્વભરના વિવિધ સંપ્રદાયો દ્વારા ચાલતા સદાવર્ત માટે આ એક વિચિત્ર દાખલો છે.
ત્યારે પૂજ્ય બાપાની જગ્યાએ દાન સ્વીકારવાનું બંધ કરીને સમગ્ર વિશ્વમાં ફેલાયેલા બાપાના ઘણા ભક્તોએ બાપની સ્મૃતિમાં પોતપોતાના સ્થળોએ સફળતાપૂર્વક અન્નક્ષેત્રોની સ્થાપના કરી છે અને બાપાની પ્રિય કૃતિને આગળ ધપાવી છે. ઉપરાંત, આજે પૂજ્ય જલારામ બાપા દ્વારા શરૂ કરાયેલ સદાવ્રતની 201 મી વર્ષગાંઠ છે.જેના 201 વર્ષ આજે પૂરા થયા છે. જલારામ બાપાના અનુગામી પૂજ્ય જયસુખરામબાપાએ આજે કોઈ પણ પ્રકારનું રોકડ દાન અથવા ભેટ સ્વીકાર્યા વિના મંદિરમાં સદાવ્રત શરૂ કર્યાને આજે 211 વર્ષ વીતી ગયા છે.
Read more
- સી.આર પાટીલે કેવી રીતે કરી 5000 ઈન્જેક્શનની વ્યવસ્થા? વિજય રૂપાણીએ આપ્યો જવાબ
- રાજકારણ : સુરતમાં ખાનગી હોસ્પિટલને આપવા રેમડેસિવિર ઈન્જેક્શન નથી ને ભાજપે 1000 ઈન્જેક્શનનું વિતરણ કરતા લાઈનો લાગી
- હવે તો જાગો : રાજકોટ સિવિલની કોરોના હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાંબી કતારો લાગી
- શાળામાં છોકરા ભણાવતા શિક્ષકો હવે સ્મશાનોમાં મડદા ગણશે, 24 કલાકની 3 શિફ્ટમાં કામગીરી બજાવશે
- PM કિસાન યોજનાના આગામી હપ્તા માટે આ ડોકયુમેન્ટ તાત્કાલિક જમા કરાવો, નહીં તો પૈસા નહીં આવે