આજે રાજકોટના માથે સૌથી વધુ ઘાત, ગોંડલ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ

gondali nadi
gondali nadi

‘ચક્રવાત ગુલાબ’ની અસરને કારણે રાજકોટમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRF-SDRF ની એક ટીમ રાજકોટમાં તૈનાત કરવામાં આવી છે. ત્યારે રાજકોટનો કોઈ વિસ્તાર ભારે વરસાદથી બચ્યો નથી. ત્યારે સમગ્ર રાજકોટમાં મીની વાવાઝોડા જેવું જોવા મળ્યું છે. આ સાથે ગોંડલ તાલુકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે ગોંડલ શહેરની જીવાદોરી સમાન વેરી ડેમ ફરી ભરાઈ ગયો છે. ભારે વરસાદને કારણે ગોંડલની ગોંડલી નદી છલકાઈ ગઈ છે.

ગોંડલ અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે. ત્યારે ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ વર્ષી રહ્યો છે.ત્યારે જસદણ પંથકમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે રાજકોટ શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ છે. રાજકોટમાં ગાજવીજ સાથે વરસાદ ફરી શરૂ થતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

ગુજરાત પર મેઘ સંકટ જોખમ તોળાઈ રહ્યું છે.ત્યારે મંગળવાર સાંજથી ગુજરાતમાં ચક્રવાત ગુલાબની અસર જોતાં ગુજરાતમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે આગામી એક કલાક ગુજરાત માટે ખૂબ તોફાની રહેશે. ગુજરાતમાં સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી 3 કલાક માટે વાદળનો ભય રહેલો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હળવા વાવાઝોડા અને વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

હવામાનની આગાહી પ્રમાણે બુધવારે સવારે 10.30 વાગ્યાથી શરૂ થતા આગામી 3 કલાક માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે.ત્યારે પવનની ગતિ પણ 40 થી 50 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે આગાહી.

Read More