વધુ એક મોંઘવારીનો માર…ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા, 120 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા

tometo
tometo

દેશના અનેક શહેરોમાં ટામેટાંના છૂટક ભાવ 80 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગયો છે ત્યારે સરકારી આંકડા પ્રમાણે વ્યાપક વરસાદને કારણે, દક્ષિણના કેટલાક રાજ્યોમાં છૂટક કિંમત 120 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

Loading...

ત્યારે દેશનાચેન્નાઈમાં ટામેટાની છૂટક કિંમત 100 રૂપિયા પ્રતિ કિલો, પુડુચેરીમાં 90 રૂપિયા પ્રતિ કિલો, બેંગલુરુમાં 88 રૂપિયા પ્રતિ કિલો અને હૈદરાબાદમાં 65 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. કેરળમાં ટામેટાંના છૂટક ભાવ કોટ્ટયમમાં રૂ. 120 પ્રતિ કિલો, એર્નાકુલમમાં રૂ. 110 પ્રતિ કિલો, તિરુવનંતપુરમમાં રૂ. 103 પ્રતિ કિલો, પલક્કડમાં રૂ. 100 પ્રતિ કિલો, થ્રિસુરમાં રૂ. 97 પ્રતિ કિલો અને વાયનાડમાં રૂ. 90 પ્રતિ કિલો છે.

કર્ણાટકમાં ટમેટાની છૂટક કિંમત ધરવાડમાં 85 રૂપિયા પ્રતિ કિલો, મૈસુરમાં 84 રૂપિયા, મેંગ્લોરમાં 80 રૂપિયા અને બેલ્લારીમાં 78 રૂપિયા છે. વિજાવાડામાં ટામેટાના ભાવ 91 રૂપિયા પ્રતિ કિલો, વિશાખાપટ્ટનમમાં 80 રૂપિયા પ્રતિ કિલો અને આંધ્ર પ્રદેશના તિરુપતિમાં 75 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. તમિલનાડુમાં, રામનાથપુરમમાં ટામેટાં રૂ. 119 પ્રતિ કિલો, તિરુનેલવેલીમાં રૂ. 103, તિરુચિરાપલ્લીમાં રૂ. 97, કુડ્ડલોરમાં રૂ. 94 અને કોઇમ્બતુરમાં રૂ. 90ના ભાવે વેચાય છે.

Read More