બે બાહુબલીઓ વચ્ચે ગોંડલ બેઠક પર ઘમાસાણ, ‘જયરાજસિંહ પરિવાર સિવાય કોઈ ચૂંટણી લડશે તો હું જીતાડી દઈશ, જીતાડી ન શકું તો અંબાજી મંદિરે આપઘાત કરી લઈશ’

jayrajsih
jayrajsih

રાજકોટની ગોંડલ વિધાનસભા બેઠક પર બે બાહુબલીઓ વચ્ચે ઘમાસાણ થઈ છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ કરેલા આક્ષેપો સામે રીબડા જૂથ પણ આગળ આવ્યું છે. રીબડા જૂથના મુખ્ય સમર્થક જયંતિ ઢોલે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે જયરાજસિંહ જાડેજાના પરિવાર સિવાય કોઇપણને ટિકીટ મળવી જોઇએ.. ગોંડલ વિધાનસભા બેઠક રિબડા વિભાગની ગ્રામ્ય લીડને કારણે જીતી હતી. અમે પક્ષમાં એવી રજૂઆત કરીશું કે જયરાજસિંહના પરિવાર સિવાય અન્ય કોઈને ટિકિટ મળવી જોઈએ. આ સાથે જયંતિ ઢોલને પણ આત્મહત્યાની ધમકી આપી છે.

જયંતિ ઢોલે વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં ભાજપને તેમના ગામમાં કોઈએ પ્રવેશવા દીધો ન હતો, ત્યાં મેં જઈને ભાજપનો પ્રચાર કર્યો છે. હું છેલ્લા 40 વર્ષથી ભાજપ માટે કામ કરી રહ્યો છું. જો જયરાજસિંહ અને તેમના પરિવાર સિવાય અન્ય લોકોને ટિકિટ આપવામાં આવશે તો તેમને જીતાડવાની જવાબદારી મારી રહેશે. જો હું નહીં જીતીશ તો માંડવી ચોકમાં માતાજીના મંદિરે આત્મહત્યા કરી લઈશ.

રિબડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે રિબડા પરિવારનું અમારા પર કોઈ દબાણ નથી. રિબડા પરિવારના કારણે અમારા ઉદ્યોગો સુરક્ષિત છે. જમીનના વેચાણમાં કોઈ દલાલી કે કંઈપણ આપવું પડતું ન હતું.

બીજી તરફ ગોંડલમાં ટીકીટ મુદ્દે રાજકારણ ગરમાયું છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યું કે ભાજપમાંથી ટિકિટ મળશે તો જ પ્રચાર કરીશું. જો ભાજપ સિવાય અન્ય કોઈ પક્ષ ટિકિટ આપશે તો અમે લડીશું નહીં. જો ભાજપ જયરાજસિંહ જાડેજાના પરિવારને ટીકીટ આપે તો પણ અમે ભાજપનું કામ કરીશું. પરંતુ તે ગોંડલ માટે કામ કરશે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.

Read More