દરિયાકાંઠે સર્જાયેલ લૉ પ્રેશરના કારણેસૌરાષ્ટ્રમાં આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી

varsad 1
varsad 1

રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે પોરબંદર, જૂનાગ , ગીર સોમનાથ, રાજકોટમાં આજે વરસાદની આગાહી છે. રાજ્યના અનેક તાલુકાઓમાં એક ઇંચથી સાત ઇંચ જેટલો વરસાદ થયો છે.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે લોપ્રેશર અને સાઈક્લોનિક સરક્યુલેશનને કારણે અમદાવાદ, સૌરાષ્ટ્ર, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગ અને આસપાસના વિસ્તારોમાં આગામી બે દિવસમાં ભારેથી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ત્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, નર્મદા અને દમણ તેમજ સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, અમરેલી, દ્વારકા સહિતના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. ત્રીજા દિવસ પછી વરસાદના ઘટાડા સાથે હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની ધારણા છે.

લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે કેમ કે ઉમદા આબોહવા વચ્ચે તાપમાન ઘટ્યું છે પરંતુ લોકો હજી પણ બફારાથી પીડિત છે. મંગળવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.4 ડિગ્રી 35.6 ડિગ્રી અને લઘુત્તમ 27.0 ડિગ્રી રહ્યું હતું.

Read More