ગુજરાતમાં બે દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી, આ તારીખથી વિદાય લેશે ચોમાસું

varsad
varsad

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 82 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. અમરેલીના રાજુલામાં સૌથી વધુ 3.08 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં, ભરૂચના વાગરા, તાપીના ડોલવાન, સુરતના કામરેજ, વલસાડના ધરમપુર, સુરતના માંગરોળ, ભરૂચના ચિખલી, નવસારીમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસુ ગુજરાત છોડવાની તૈયારી કરી રહ્યું છે. રાજ્યમાં વધુ બે દિવસ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે

Loading...

આજે સવારથી 23 મી તારીખે સવારે 6 થી 8 દરમિયાન 37 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 1.20 ઇંચ વરસાદ ભાવનગરના મહુવામાં નોંધાયો હતો. આ સાથે ભાવનગરના જેસોર, તળાજા, પાલિતાણા, જેતપુરપાવી, સંખેડા, નસવાડી, જાફરાબાદ, સિહોરમાં પણ વરસાદ નોંધાયો છે.

Read More