ગોંડલના અનલગઢ પાસે કારે બાઇકને ઉલાળતા બાઇકનો ભુક્કો, ઘટનાસ્થળે બેના મોત, એક ગંભીર

gondcars
gondcars

ગોંડલ તાલુકાના અનલગઢ નજીક ગોલાઇમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. ત્યારે તેમાં કાર દ્વારા બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો ત્યારે આ ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અને એક વ્યક્તિને ગંભીર ઇજાઓ સાથે ગોંડલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.ત્યારે વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ત્યારે ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગોંડલ મ્યુનિસિપલ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પોલીસે બંનેના મૃતદેહને પીએમ માટે ગોંડલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ અકસ્માતમાં બંને મૃતકોના વારસદારોને શોધી રહી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક ભુક્કો થઇ ગયું હતું. જ્યારે GJ-03-LG-1787 નંબરવાળી કારનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત છે. અકસ્માત થતાની સાથે જ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

Read More