ઉજાલા યોજના 10 રૂપિયામાં મળશે LED બલ્બ, જાણો સમગ્ર યોજના વિષે

ledbulb
ledbulb

વીજળી અને નવીનીકરણીય ઉર્જા પ્રધાન રાજ કુમારસિંહે શુક્રવારે ગ્રામ ઉજાલા કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. આ યોજના અંતર્ગત લોકોને ફક્ત 10 રૂ. LED લેમ્પ મળશે ત્યારે આટલા ઓછા ભાવો હોવા છતાં સરકાર દ્વારા કોઈ સહાય કે સબસિડી આપવામાં આવી નથી. આ યોજના દ્વારા સરકાર ગ્રામીણ ભારતને અંધકારમાંથી બહાર લાવવાનું લક્ષ્ય રાખે છે.

Loading...

કન્વર્જન્સ એવરેજ સર્વિસીસ લિમિટેડદ્વારા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત સીઇએસએલ પ્રથમ તબક્કામાં 1.5 કરોડ બલ્બનું વિતરણ કરશે. ત્યારે સરકારની આ કંપની વિશ્વના સૌથી ઓછા ભાવે એલઇડી લેમ્પ્સ આપે છે.ત્યારે EESLની સંપૂર્ણ માલિકીની કંપની છે. ઇઇએસએલ ભારત સરકારની ઉર્જા કંપની છે જે વિશ્વની સૌથી મોટી ઉર્જા સેવા કંપની છે. તેનો 100 ટકા હિસ્સો ભારત સરકાર પાસે છે. તે એનટીપીસી પાવર ફાઇનાન્સ કોર્પોરેશન, આરઈસી લિમિટેડ અને પાવરગ્રિડ વચ્ચેનું સંયુક્ત સાહસ છે.

Read More