આ દ્રશ્યો પરથી રાજકોટમાં કોરોનાવાયરસ દર્દીઓની દુર્દશા જાણી શકાય છે. રાજકોટની ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં હોસ્પિટલમાં દાખલ થવા માટે રાહ જોઈ રહેલા દર્દીઓના પરિવારોને આવી સારવાર લેવાની ફરજ પડી રહી છે.ત્યારે ગઈકાલ રાતથી અહીંના દર્દીને રાજકોટ કોવિડ હોસ્પિટલમાં બેડ મળ્યો નથી. જેથી પરિવાર ઘરમાંથી પલંગ લાવીને દર્દીની સારવાર કરી રહ્યો છે.
સિવિલ નજીકના ચૌધરી ગ્રાઉન્ડ પર આજે સવારથી જ 100 થી વધુ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની લાઇન જોવા મળી હતી. ત્યારે કોરોના વધતા કારણે હવે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં તમામ પથારી ભરાઇ ગયા છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓએ સારવાર માટે લાંબી રાહ જોવી પડે છે. આ બધા દર્દીઓ પણ છે જેઓ રાત પડ્યા પછી લાઇનમાં ઉભા રહ્યા છે.
કોરોના દર્દીઓ 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે, પરંતુ હાલમાં 108 માં એટલી રાહ જોવાઇ રહી છે કે બાકીના દર્દીઓએ પોતાના ખાનગી વાહનોમાં આવવું પડે છે. ત્યારે 108 ની સેવા ન મળતા દર્દીઓ ખાનગી વાહનોમાં સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે. અને ઘણા દર્દીઓ ઓક્સિજનની બોટલ લઇને રિક્ષામાં સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા છે.
ચૌધરી હાઇસ્કૂલના મેદાનથી રાજકોટ સિવિલ હોસ્પિટલ સ્થિત હોસ્પિટલમાં પહોંચવા એમ્બ્યુલન્સ માટે ખાસ રસ્તો બનાવવામાં આવ્યો છે. હાલમાં ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં પણ લાંબી કતારો જોવા મળી રહી છે. દર્દીઓને અહીં તમામ ખાનગી વાહનો તેમજ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સાથે લાવવું પડે છે. ઘણા દર્દીઓને એમ્બ્યુલન્સની અંદર હોસ્પિટલના મેદાનમાં સારવાર આપવામાં આવી રહી છે કારણ કે તેમને ઓક્સિજનની જરૂર હોય છે.
Read More
- સોનાના ભાવ આસમાને પહોંચ્યા,જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ
- કાકી ભત્રીજાના પ્રેમમાં પાગલ બની, શ-રીર સ-બંધ બાંધવા માટે કર્યું આવું ગંદું કામ, સૌ આશ્ચર્યચકિત થઈ ગયા-
- ગુજરાતમાં ચોમાસું પૂર્ણ થવાની પ્રક્રિયા શરૂ થઈ… આ તારીખે વિદાય લેશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
- પિતૃપક્ષ દરમિયાન મહિલાઓએ અવશ્ય 5 વસ્તુઓનું દાન કરવું જોઈએ, નારાજ પિતૃઓ ખુશ થશે અને તમને ધનવાન બનાવશે.
- જાણો કેવી રીતે પિતૃઓ સુધી પહોંચે છે શ્રાદ્ધ નું ભોજન, આ રીતે મળે છે પિતૃઓના આશીર્વાદ