વિજય રૂપાણીનું પ્લેન ક્રેશમાં નિધન
વિજય રૂપાણીના નિધનને લઇને રાજ્યસભાના સાંસદ પરિમલ થવાણીએ X પર પોસ્ટ કરી હતી. જે બાદ તેમણે તે પોસ્ટને ડિલીટ કરી દીધી છે.
ગુજરાતના અમદાવાદ એરપોર્ટ નજીક એક મોટી વિમાન દુર્ઘટના બની છે. અહીં, એર ઇન્ડિયાનું એક પેસેન્જર વિમાન ટેકઓફ થયાના થોડા સમય પછી એરપોર્ટની બાજુમાં આવેલા મેઘાણી નગરમાં ક્રેશ થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી. અકસ્માત બાદ બધે કાળો ધુમાડો જોવા મળ્યો હતો અને બચાવ માટે ફાયર બ્રિગેડના ઘણા વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
અકસ્માતનો પહેલો વીડિયો સામે આવ્યો છે જેમાં વિમાન આકાશમાં ઉડતું અને પછી થોડીક સેકન્ડમાં જમીન પર પડતું જોઈ શકાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વિમાન લગભગ 400 ફૂટની ઊંચાઈથી પડતું જોઈ શકાય છે. જમીન પર અથડાતા જ વિમાન આગનો ગોળો બની ગયું અને જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો. સામે આવેલા બચાવ વીડિયોમાં જોઈ શકાય છે કે બધું રાખ અને કાટમાળમાં ફેરવાઈ ગયું છે.