વિજય રૂપાણી : હું હજુ પણ ‘CM’ જ છું અને રહીશ

cmgujarat
cmgujarat

ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ત્યારે વિજય રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી બન્યા છે.ત્યારે તેઓ નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં હાજર હતા. સાથે શપથગ્રહણ સમારોહ બાદ જણાવ્યું હતું કે , “તેઓ હજુ વિજય રૂપાણીના સંદર્ભમાં CM એટલે કોમન મેન (Common Man).તેમણે જણાવ્યું કે હું એક સામાન્ય માણસ હતો અને એક સામાન્ય માણસ રહીશ. હું લોકો વચ્ચે કામ કરતો રહ્યો છું અને આગળ પણ કરતો રહીશ. તેમણે રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ અભિનંદન પાઠવ્યા હતા.

મીડિયા સાથે વાત કરતા વિજય રૂપાણીએ કહ્યું કે, “મુખ્યમંત્રીએ કહ્યું છે કે હું તમારું માર્ગદર્શન લેવાનું ચાલુ રાખીશ. ત્યારે મેં તેમને તમામ મદદની ખાતરી આપી છે. ભૂપેન્દ્રભાઈએ આજે ​​નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ત્યારે મેં મારી શુભેચ્છાઓ મોકલી છે. તેમને આશા છે કે નવા મુખ્યમંત્રી ગુજરાતના વિકાસ માટે પીએમ નરેન્દ્ર મોદીએ જે સફર શરૂ કરી છે તે ચાલુ રાખશે.ગુજરાત સોળ વર્ષથી વિકાસમાં મોખરે છે.

Read More