ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીનું રાજીનામુ,હવે કોણ નવા મુખ્યમંત્રી કોણ ?

cm
cm

ગુજરાતમાં મુખ્યમંત્રી રૂપાણીએ રાજીનામું આપ્યું છે. મુખ્યમંત્રી રૂપાણી પોતાના મંત્રી મંડળ સાથે રાજ્યપાલની મુલાકાતે ગયા હતા. ત્યારે આ મુલાકાત સમાપ્ત કરી અને તેઓ પરત આવ્યા છે.ત્યારે આ મુલાકાત પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અકિલા ન્યૂઝ પેપરને પોતે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. ત્યારે ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે

Loading...

આનંદીબેન પટેલે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ વિજય રૂપાણી 7 ઓગસ્ટ 2016 થી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારથી ભાજપ ગુજરાતમાં રૂપાણીને અગ્રણી બનાવીને ચૂંટણી જીતી રહ્યું છે. વિજય રૂપાણી પાંચ વર્ષના શાસન પૂર્ણ કર્યા બાદ ગુજરાતના ચોથા મુખ્યમંત્રી હતા.

આજે ગુજરાતમાં એક એવી પરિસ્થિતિ ઉભી થઈ છે રાષ્ટ્રીય નેતાઓ આજે રાજ્યમાં પહોંચ્યા છે અને કમલમ ખાતે શ્રેણીબદ્ધ બેઠકો શરૂ કરી છે. કમલમ ખાતે રાષ્ટ્રીય નેતાઓની બેઠક ચાલી રહી છે. અમદાવાદના વૈષ્ણો દેવી સર્કલ ખાતે સરદાર ભવનના ઉદ્ઘાટન બાદ રૂપાણી સીધા રાજભવન પહોંચ્યા છે. રૂપાણી ત્યાંથી મીડિયાને બ્રીફિંગ કરશે.

Read More