વરસાદ ન આવતા અહીં લોકો ઈન્દ્ર દેવને પ્રસન્ન કરવા ગધેડા પર વરરાજા અને જીવતા માણસની અર્થી નિકાળી

varsadparmpra
varsadparmpra

મધ્યપ્રદેશના ઝાબુઆમાં આ વર્ષે વરસાદ થયો નથી.ત્યારે વરસાદના અભાવે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે લોકોએ હવે ઇન્દ્રદેવતાને રીઝવવા ટોના-તોટકાઓ કરવાની શરૂ કરી દીધું છે.ત્યારે ઝાબુઆના ઝકુનાવાડામાં લોકોએ જીવતા માણસની અર્થી કાઢી અને દુવરરાજાને ગધેડા પર બેસાડી વરઘોડો પણ કાઢવામાં આવ્યો ત્યારે લોકો માને છે કે ઇન્દ્રદેવ આ પ્રકારના ટોટકાથી પ્રસન્ન થાય છે અને તેના મનથી વરસાદ વરસાવશે.

ઝાબુઆ જિલ્લામાં ચોમાસુ હજુ સુધી જોવા મળ્યું નથી. ત્યારે 15 દિવસ પહેલા ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો પણ હવે લોકો ફરીથી વરસાદની રાહ જોઇ રહ્યા છે.ત્યારે જિલ્લાના કેટલાક ભાગોમાં ખેડુતોએ ખરીફ પાકની વાવણી પણ કરી છે. વરસાદ ન હોવાથી ખેડુતો ચિંતિત બન્યા છે. જુલાઇ મહિનો શરૂ થઈ ગયો છે અને જો આ વિસ્તારોમાં હજી વરસાદ નહીં પડે તો ફરીથી વાવણીની સ્થિતિ ઉભી થશે.

Read More