અંતરિક્ષમાં માણસનું પહેલુ બાળક ક્યારે જન્મશે? વૈજ્ઞાનિકોએ કર્યો મોટો ખુલાસો

antriksh
antriksh

એક રિપોર્ટ પ્રમાણે યુનિવર્સિટી ઓફ એરિઝોના સંશોધનકર્તા ક્રિસ ઇમ્પેએ જણાવ્યું હતું કે આશરે 30 વર્ષ બાદ માણસો અવકાશમાં રહેવાનું શરૂ કરશે. ત્યારે ત્યાં તેઓ ફક્ત સંશોધન અથવા કાર્ય કરશે નહીં. સાથે મળીને તેઓ સામાન્ય લોકોની જેમ જીવન વિતાવશે.

થોડા સમય બાદ મનુષ્ય પૃથ્વી પર જીવી શકશે નહીં, કારણ કે, આગામી દાયકાઓમાં, મનુષ્યની વસ્તી વધુ હશે અને મનુષ્યને રહેવા માટે પૃથ્વી પર કોઈ જગ્યા રહેશે નહીં.ત્યારે સ્પષ્ટ છે કે આ સવાલ તમારા મનમાં થતો જ હશે કે મનુષ્ય ફરીથી ક્યાં જશે? ત્યારે જવાબ અવકાશ છે અને પછી મનુષ્ય માટે નવું સ્થાન ચંદ્ર, અવકાશ મથક અથવા મંગળ હશે. ત્યારે આ સાથે, એ પણ એક સવાલ છે કે મનુષ્યનો પ્રથમ બાળક અવકાશમાં ક્યારે જન્મશે? જેનો ખુલાસો વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યો છે.

ક્રિસ ઇમ્પેય પ્રમાણે એવું માનવું જોઈએ કે 2051 અથવા તેની આસપાસ, અવકાશમાં પ્રથમ બાળકનો જન્મ થઈ શકે છે.અહીં જણાવી દઈએ કે અન્ય ઘણા દેશોની જેમ ચીન પણ અંતરિક્ષ મિશનની દોડમાં છે. ચીન તેના અંતરિક્ષ સ્ટેશન પર કામ કરી રહ્યું છે અને તાજેતરમાં તેનું રોવર અને તપાસ ચંદ્ર અને મંગળ પર ઉતર્યું છે. ચીને ચંદ્ર પર આધાર બનાવવાની પણ યોજના છે.

Read More