સફેદ ડુંગળી કેન્સર સહિતની અનેક બીમારીઓથી બચાવે છે, જાણો તેના ફાયદા

onian
onian

લીલા પાંદડાવાળા ડુંગળી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે,ત્યારે કાચી ડુંગળી કોઈપણ શાકભાજીમાં નાખવામાં આવે છે. લીલા ડુંગળીમાં પોષક તત્વો વધારે રહેલા હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબસારી ગુણકારી માનવામાં આવે છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી 2, વિટામિન કે, કોપર, મેગ્નેશિયમ, ક્રોમિયમ, ફોસ્ફરસ અને હાઇ ફાઇબર થી ભરપૂર હોય છે.લીલી ડુંગળી ખાવાથી શું ફાયદા થાય છે. અને લીલી ડુંગળી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે.ત્યારે શરદી-છીંક અને એલર્જીની સમસ્યાઓ સામાન્ય રીતે શિયાળામાં રહે છે.

Loading...

લીલી ડુંગળી ખાવી જોઈએ તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. અને અનેક રોગો થવાથી બચાવે છે.લીલી ડુંગળી ખાવાથી અસ્થમાવાળા લોકો માટે ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે તેમાં એન્ટિહિસ્ટેમાઈન્સ જેવા પોષક તત્વો રહેલા હોય છે. જે અસ્થમાની સમસ્યાને દૂર કરે છે અને ફેફસાં માટે પણ ફાયદાકારક ગણાય છે. લીલી ડુંગળીમાં ક્રોમિયમની માત્રાને લીધે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરે છે સાથે સાથે તે ગ્લુકોઝ સહિષ્ણુતામાં સુધારો કરે છે.

લીલા ડુંગળીમાં જોવા મળતું વિટામિન સી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું કામ કરે છે. લીલી ડુંગળીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણ રહેલા હોય છે, જે વાયરલ તાવ અને ફ્લૂ સામે લડવામાં ફાયદાકારક ગણવામાં આવે છે, તેમજ શરીરમાં કફ અટકાવે છે.હૃદયને લગતી બીમારીઓનું જોખમ ઘટાડે છે.ત્યારે લીલી ડુંગળીનું દરોજ ખાવાથી હાર્ટને લગતી બીમારીઓનું જોખમ ઓછું થઇ જાય છે. લીલી ડુંગળી ખાવાથી પેટને લગતી સમસ્યાઓથી દૂર થાય છે.

તેમાં ફાઇબરની માત્રા વધારે હોય છે જે પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. અને તે ભૂખ વધારવામાં પણ અસરકારક સાબિત થાય છે. લીલા ડુંગળીમાં સલ્ફરની માત્રા વધારે હોય છે જે કેન્સરનું જોખમ ઘટાડે છે.લીલા ડુંગળીમાં પેક્ટીન નામનું મીઠું હોય છે જે એક પ્રકારનું લિક્વિડ કોલોઇડલ કાર્બોહાઇડ્રેટ જે પેટના કેન્સરને રોકવામાં મદદ કરે છે. ત્યારે લીલી ડુંગળીમાં વિટામિન એ ભરપૂર માત્રામાં રહેલું હોય છે, જે આંખોની રોશનીના વધારો કરે છે અને આંખોની કોઈપણ સમસ્યાઓથી રાહત આપે છે. અને તે આંખોની આસપાસની કરચલીઓ પણ દૂર કરે છે

Read more