ટેસડો પડી જશે ? કાઠિયાવાડનું પ્રખ્યાત વરાળિયુ શાક બનાવો તમારા ઘરે,આંગળા ચાટતાં રહી જશો

varadiyushak
varadiyushak

શિયાળા આવતા જ કાઠિયાવાડમાં અનેક પ્રકારના શાક અને વિવિધ વાનગીઓના પોગ્રામ શરુ થઇ જાય છે અને દરેકને શિયાળામાં શરીર ની તંદુરસ્તી જાળવવા માટે ઘણા પ્રકાર ના ઉપાયો કરતા હોય છે.ઘણા લોકો શિયાળા મા લીલાછમ તેમજ તાજા શાકભાજી વધુ મળવાથી તેનો સ્વાદ માણતા જ હોય છે.

Loading...

સામગ્રી,ભરવા માટે, ડુંગળી, ટામેટાં, રીંગણ, લીલાં મરચાં,બટાકાં મસાલાની સામગ્રી પા કપ સીંગદાણા, એક કપ ચણાનો લોટ, એક કપ ઝીણી સમારેલી કોથમીર, બે ટેબલસ્પૂન ધાણાજીરું, બે ટેબલસ્પૂન ખાંડ, એક ટેબલસ્પૂન મીઠું, એક ટેબલસ્પૂન ગરમ મસાલો, એક ટેબલસ્પૂન હળદરત્રણ ટેબલસ્પૂન આદુ-મરચા-લસણની પેસ્ટ, બે ઈંચ તજનો ટુકડો, બે પાંખડી બાદિયા ચાર-પાંચ ટેબલસ્પૂન તેલ ત્રણ ટેબલસ્પૂન કાશ્મિરી લાલ મરચું, ત્રણ ટેબલસ્પૂન લીંબુનો રસ, એક ટેબલસ્પૂન વરિયાળી, અડધી ટેબલસ્પૂન મરી, પાંચ લવિંગ,

સૌથી પહેલા વરાળિયુ શાક બનાવવા માટેના મસાલો બનાવો.આ મસાલો બાવવા માટે ગેસ પર કઢાઇ ગરમ કરી અને ચણાના લોટને 5 ટેબલસ્પૂન તેલમાં શેક કરી લો.અને ત્યાર પછી ધીમા તાપે તેને સતત હલવતા રહો લોટમાંથી સુગંધ આવવા લાગે અને તેલ છૂટું પડી જાય એટલે ગેસ બંધ કરી અને ત્યારબાદ લોટ ઠંડો થવા દો.શાક માટે મસાલો ભરવા માટે ડુંગળી, બટાકાં અને રીંગણમાં નાના કાપા કરી લો.અને ત્યાર બાદ મરચાંમાં પણ એક બાજુ કાપો અને ટામેટાંનો ઉપરનો ભાગ કાપી અંદરથી પલ્પ કાઢી લો, જેથી મસાલો ભરી શકાય.

મસાલામાં શેકેલા ચણાના લોટને એક મોટા કપમાં લો.અને ત્યારબાદ અંદર કોથમીર, આદુ-મરચાં અને લસણની ક્રશ મરી-મસાલાનો પાવડર, સીંગદાણાનો ભૂકો, લાલ મરચું, ખાંડ, ધાણાજીરું, હળદર, ગરમ મસાલો, મીઠું અને લીંબુનો રસ વગેરે ઉમેરી મિશન કરી લો.ત્યારબાદ આ મસાલો મિડિયમ રાખવો, વધારે ઓછો ન થઈ જાય એનું ધ્યાન રાખવું.અને શાકને વરાળથી બાફવા માટે એક મોટા સ્ટીલના તપેલામાં રાખો સ્ટવની મિડિયમ રાખી ગરમ થવા દો. ત્યારબાદ રીંગણ, બટાકાં અને મરચાંમાં સ્ટફિંગનો મસાલો ભરી લો. ડુંગળીમાં મસાલો ભરવાની જરૂર નથી. ટામેટાંમાં પણ સ્ટફિંગ ભરી લો.

10 મિનિટ બાદ બાઉલમાં 2 લીટર પાણી ઉમેરો. અને શાક ઠંડુ પડશે એટલે ઘાટું થશે. બધુ સરખું મિક્સ કરી ઉકળાવા દો.અને બરાબર ઉકળી જાય એટલે અંદર વરાળથી બાફેલાં શાક નાખો. શાક ગ્રેવીમાં નાખો ત્યારબાદ શાકને હળવા હાથે થોડાં મિક્સ કરી લો.આ કાઠિયાવાડી ફેમસ વરાળિયું શાક તૈયાર છે .

Read More

Loading...