ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા વરસી રહ્યો છે. ત્યારે ગુજરાત હવામાનની આગાહી મુજબ આગામી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. ત્યારે હાલમાં રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઇ. જેના કારણે મેઘરાજા ધ કેદાર બેટિંગ કરી રહ્યા છે.
ગુજરાતમાં હાલમાં બે સિસ્ટમ સક્રિય હોવાથી ચોમાસુ સક્રિય બન્યું છે. ત્યારે આ સાથે જ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં આગામી પાંચ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે આગામી ચાર દિવસ ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરી છે.ત્યાર રાજ્યના તમામ જિલ્લાઓ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર અને દીવમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. ત્યારે આ દિવસો દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી અને ખાસ કરીને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે નર્મદા, તાપી, સુરત, ડાંગ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજસ્થાન અને આજુબાજુના વિસ્તારોમાં તેમજ રાજ્યને અડીને આવેલા અરબી સમુદ્રના દક્ષિણ -પશ્ચિમ દરિયાકાંઠાના વિસ્તારોમાં હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે.ત્યારે આ બંને સિસ્ટમોને અનુસરીને, ઉત્તર ગુજરાત ઉપરાંત, મધ્ય-દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.
Read More
- તાઉતે બાદ ગુજરાત પર વાવાઝોડાની ‘આફત…ખતરનાક સ્વરૂપ ધારણ કરશે ‘બિપોરજોય’, આગામી 24 કલાકમાં જોવા મળશે અસર!
- આ 3 રાશિઓ માટે બની શકે છે અશુભ ગુરુ ચાંડાલ યોગ, તૂટી શકે છે પરેશાનીઓનો પહાડ!
- આજે માં ખોડિયારની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્ય કરતા તેજ દોડશે…મળશે ધન લાભ
- જો તમારી CNG કાર ઓછી માઈલેજ આપી રહી હોય તો તરત જ કરો આ કામ, મળશે શાનદાર માઈલેજ!
- જન્મકુંડળીમાં શનિદોષ હોય તો આવા સંકેતો મળે છે, સમયસર ઓળખો; નહીં તો બરબાદ થઈ જશો!