આ સરકારની એક જાહેરાતથી 10 લાખ રૂપિયા1 રૂપિયો થઈ ગયો…અને 5 લીટર પાણીની કિંમત 74 લાખ

venjuala
venjuala

નવી ચલણ વેનેઝુએલામાં 1 ઓક્ટોબરથી અમલમાં મૂકવાની તૈયારીમાં છે. ત્યારે આ અંતર્ગત 10 લાખ બોલિવરની વર્તમાન કિંમત માત્ર 1 બોલિવર થઇ. ત્યારે વેનેઝુએલા ડિજિટલ સિક્કા અનામત પર આધારિત ક્રિપ્ટોકરન્સી ક્રાંતિ દ્વારા પરિસ્થિતિને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ડિજિટલ ચલણ માર્ચ 2020 થી ચલણમાં છે.

10 લાખની બોલિવર નોટ હટાવવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવતા ચલણ પરિવર્તનનો આ બીજો પ્રયોગ છે. ત્યારે દેશની મધ્યસ્થ બેંક 5, 10, 20, 50 અને 100 બોલિવર નોટો બહાર પાડશે,” સંચાર મંત્રી ફ્રેડી નાનેજે ટ્વિટ કર્યું છે ત્યારે નવી સિસ્ટમમાં 100 બોલિવર સૌથી મોટી નોટ હશે. તે હાલમાં 100 મિલિયન બોલિવરની સમકક્ષ ખર્ચ કરશે.

આ સતત છઠ્ઠું વર્ષ છે જ્યારે વેનેઝુએલામાં મંદી ચાલી રહી છે. લોકોને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે જીવન જરૂરી વસ્તુઓ મોંઘી બની છે અને તેઓ ગરીબીમાં આવી રહ્યા છે. યુએસ ડોલરની વધતી કિંમતને કારણે અહીં ખાદ્ય ચીજો વધુ મોંઘી છે. લાખો લોકો ગરીબ બન્યા છે.

છેલ્લા ઘણા દાયકામાં બે ફેરફારો કરવામાં આવ્યા છે.ત્યારે ઉથલ પાથલે વેનેઝુએલાની આર્થિક સ્થિતિને બદલવા થોડું ઓછું કામ કર્યું. આ જ કારણ છે કે આ વખતે નોટોમાં ફેરફાર અંગે લોકોમાં શંકા હતી . 2008 માં, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હ્યુગો શાવેઝે બોલિવરમાંથી ત્રણ શૂન્ય દૂર કરવાનો નિર્ણય કર્યો. તેમના અનુગામી નિકોલસ માદુરોએ 2018 માં પાંચ શૂન્યની નોટો દૂર કરી હતી.

બ્લૂમબર્ગના એક રિપોર્ટ પ્રમાણે સરકારના નિર્ણયથી બજારમાં 1 મિલિયન બોલિવરનો ઘટાડો થશે. ત્યારે વધતી જતી મોંઘવારીના કારણે, 5 લિટર પાણીની બોટલ ખરીદવા માટે 74 લાખ બોલિવરની જરૂર પડે છે. જે 1.84 ડોલરની બરાબર છે. આ વેનેઝુએલામાં કથળતી પરિસ્થિતિનો ખ્યાલ આપે છે.

Read More