ગુજરાતમાં દરેક આંદોલનથી આમ આદમી પાર્ટી મજબૂત થઈ રહી છેઃ ગોપાલ ઈટાલિયા

aam admi aprty
aam admi aprty

ફ્રી વીજળી આંદોલન દ્વારા આમ આદમી પાર્ટી ફરી ગુજરાતમાં ઘરે ઘરે પહોંચી રહી છે. ગુજરાતની જનતા આ ફ્રી વીજળી આંદોલનના સંપૂર્ણ સમર્થનમાં સાથે આવી છે કારણ કે ભાજપ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી લૂંટને કારણે પ્રજા લાચાર બની ગઈ છે. સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઠેર-ઠેર પદયાત્રા, સાયકલ યાત્રા અને મશાલ યાત્રા દ્વારા જનતાને જાગૃત કરી રહી છે.

આમ આદમી પાર્ટીના નેતા તથા કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદ શહેરના નારણપુરા, ન્યુ રાણીપ તથા સાબરમતી, સુરત શહેરના ઓલપાડ તથા કરંજ, વડોદરા શહેરના રાઉપુરા તથા અકોટા, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને રાજકોટમાં ફ્રી વીજળી આંદોલન હેઠળ પદયાત્રા, મશાલ યાત્રા અને સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મફત વીજળી એ લોકોનો મૂળભૂત અધિકાર છે. દેશના મોટા-મોટા નેતાઓને મફત વીજળી અને અન્ય મફત સુવિધાઓ આપી શકાતી હોય તો જનતાને કેમ નહીં? બીજેપીના લોકો ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં ચૂંટણી થાય ત્યારે મફત વીજળીનું વચન આપે છે, પરંતુ ગુજરાતમાં 27 વર્ષથી તેમની સરકાર હોવા છતાં તેઓ અહીંના લોકોને દેશની સૌથી મોંઘી વીજળી વેચી રહ્યા છે. આ ગુજરાતની જનતા સાથે વિશ્વાસઘાત છે.

ભ્રષ્ટ ભાજપ સરકારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ની જગ્યાએ-જગ્યાએ અટકાયત કરીને પોતાની તાનાશાહી બતાવી છે. પરંતુ આમ આદમી પાર્ટીનો કોઈપણ કાર્યકર્તા ભ્રષ્ટ ભાજપની તાનાશાહી સામે ઝુકશે નહીં. આમ આદમી પાર્ટીના આ નીડર સ્વભાવથી ભાજપના લોકો ડરી ગયા છે. ભાજપને ખબર પડી ગઈ છે કે દરેક આંદોલન સાથે ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત થઈ રહી છે.

આમ આદમી પાર્ટીના ફ્રી વીજળી આંદોલનની સફળતાથી ભાજપ અને કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે. આજે આમ આદમી પાર્ટી સિવાય કોઈપણ પાર્ટી જનતા વચ્ચે જઈને તેમના મુદ્દાઓ વિશે ચર્ચા કરવા તૈયાર નથી, આ જ કારણથી જનતા આમ આદમી પાર્ટીને ખુલ્લા દિલથી આવકારી રહી છે. ગુજરાતની જનતાએ શરૂઆતથી જ આમ આદમી પાર્ટીને ખુબજ પ્રેમ આપ્યો છે અને આવનારા ચૂંટણીમાં પણ ગુજરાતમાં ચૌંકાવનારા પરિણામો આવશે. આવનારી ચૂંટણીના પરિણામોમાં આ ફ્રી વીજળી આંદોલનનો ખૂબ જ મહત્વ ભાગ હશે. જનતા મોંઘી વીજળી થી ખૂબ જ પરેશાન છે પરંતુ આવનારા થોડા સમયમાં જ આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતીને જનતાને આ મોંઘી વીજળી થી છુટકારો આપશે.