રાજકોટ યાર્ડની ચૂંટણીમાં લલીત રાદડીયાની એન્ટ્રી થતા જુના જોગીઓના પતા કપાશે

jayesh radadiya
jayesh radadiya

સહકારી ક્ષેત્રના અગ્રણી રાજકોટ બેડી માર્કેટ યાર્ડની ચૂંટણી માટે ઉમેદવાર પસંદ કરવાનો ધમધમાટ છે.ત્યારે બે જૂથોએ કૃષિ વિભાગની 10 બેઠકો અને સંઘ વિભાગની 2 બેઠકો માટે અલગ અલગ નામ સૂચવ્યા છે.ત્યારે સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને જૂથો દ્વારા પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના ભાઈ લલિત રાદડિયાના નામ સૂચવવામાં આવ્યા છે અને તેઓ યાર્ડના નવા ચેરમેન બને તેવી શક્યતા છે.

સૌરાષ્ટ્રના બીજા સૌથી મોટા રાજકોટ બેડી માર્કેટ યાર્ડ માટે ભાજપના ઉમેદવાર હોવાથી બે હરીફ જૂથો દ્વારા ત્રણ અલગ અલગ નામો રજૂ કરવામાં આવ્યા છે.ત્યારે જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના ભાઈ લલિત રાદડિયાનું નામ મોખરે ચાલી રહ્યું છે.

રાજકોટ બેડી માર્કેટયાર્ડની ચૂંટણી 5 ઓક્ટોબરે યોજાવાની છે. ત્યારે ભાજપે પાર્ટીના બેનર હેઠળ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના ભાઈ લલિત રાદડિયાની ચર્ચા હવે થઈ રહી છે. જેમાં વર્તમાન ચેરમેન ડી.કે.સખીયાનું શાસન જુથ તથા તાજેતરમાં મંત્રી બનેલા અરવિંદ રૈયાણી જૂથ વચ્ચે ટકકર થઈ રહી છે

Read More