વિજય રૂપાણી સહિત આખા મંત્રી મંડળનું રાજીનામું,હવે સમગ્ર સરકાર જ નવી બનશે

nitinpatelcm
nitinpatelcm

શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના પદ પરથી રાજીનામું આપતાં રાજ્યમાં રાજકીય ગરમાવો છે કારણ કે રાજ્યપાલ આચાર્ય દેવવર્તે મુખ્યમંત્રી સહિત તેમના કેબિનેટ મંત્રીઓના રાજીનામા સ્વીકારી લીધા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી રૂપાણી અને તેમના મંત્રીમંડળે રાજ્યપાલને વિનંતી કરી છે કે આગળની વ્યવસ્થા કરવામાં આવે ત્યાં સુધી તેમના પદ પર ચાલુ રહે.

ત્યારે અગાઉ માત્ર મુખ્યમંત્રી બદલાયા હતા અને આ પદ માટે નવા ચહેરાની ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી,પણ હવે જ્યારે સરકારના તમામ નેતાઓએ રાજીનામું આપી દીધું છે ત્યારે ગુજરાતની સમગ્ર સરકાર નવી બનશે અને નવા મંત્રીઓની નિમણૂક કરવામાં આવશે. આ માટે ગુજરાતથી દિલ્હી સુધી હાઈકમાન્ડમાં શ્રેણીબદ્ધ બેઠકો ચાલી રહી છે.

Read More