એશિયાના સૌથી મોટા માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજીમાં મહિલાઓ ભાગ લઇ શકશે

oniangondal
oniangondal

નાસિક જિલ્લાના લાસલગાંવ કૃષિ ઉત્પન્ન બજાર એશિયાની સૌથી પ્રતિષ્ઠિત બજાર માનવામાં આવે છે.ત્યારે સામાન્ય રીતે દેશભરમાં ડુંગળીનો ભાવ આ બજાર દ્વારા નક્કી કરવામાં આવે છે. ગુરુવારે અહીં એક નવી ઘટના બની છે અહીં મહિલાઓએ ડુંગળીની હરાજીમાં ભાગ લીધો હતો. ત્યારે સ્થાનિક પુરુષ વેપારીઓએ તેનો વિરોધ કર્યો હતો ત્યારે તમને જણાવી દઇએ કે આ બધુ તે સમિતિમાં થયું છે જ્યાં સમિતિના અધ્યક્ષ પણ એક મહિલા છે. દલીલ કરવામાં આવી હતી કે આ મહિલાઓ સ્થાનિક વેપારીઓ મંડળની સભ્ય નથી.

Loading...

મોડેલ એક્ટના અમલ પછી, કોઈપણ વેપારી કોઈપણ બજાર સમિતિમાં લાઇસન્સ લઈને કૃષિ પેદાશો ખરીદી શકે છે. પણ લાસલગાંવના વેપારીઓએ કૃષિ માલસામાન મહિલા સહકારી સંસ્થાનો દલીલ કરીને વિરોધ કર્યો હતો કે તેઓ પોતાનું એકાધિકાર જાળવવા માટે એસોસિએશનના સભ્ય નથી. ત્યારે સ્થાનિક વેપારીઓ ખુલ્લેઆમ કહેતા ન હતા કે તેઓ મહિલાઓને હરાજીમાં ભાગ લેવા દેવા માંગતા નથી. તેમની દલીલનો આધાર એ હતો કે આ મહિલાઓ એસોસિએશનની સભ્ય નથી. આ વિવાદના કારણે ગુરુવારે ડુંગળીની હરાજી થઈ શકી નથી.

વેપારીઓએ જણાવ્યું હતું કે તેઓ મહિલા સંગઠનનો વિરોધ કરતા નથી. દરેક બજારમાં સ્થાનિક વેપારીઓના સંગઠનો હોય છે. અહીં અમારી મનમાની ચલાવી રહ્યા નથી. જ્યારે મહિલા સંસ્થાના પ્રમુખ સાધના જાધવે કહ્યું કે અમારી પાસે ડુંગળી ખરીદવાનું લાઇસન્સ છે. વિંચુરમાં અમે ડુંગળી ખરીદી રહ્યા છીએ. તો પછી અમને અહીં કેમ રોકી શકાય છે? નાફેડ જેવી રાષ્ટ્રીય સંસ્થા (નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઇન્ડિયા લિ.-નાફેડ) એ પણ અમારી ગ્રામીણ, નાની સંસ્થાને ડુંગળી ખરીદવાની મંજૂરી આપી છે. તે અંતર્ગત, અમે હરાજીની પ્રક્રિયામાં જોડાયા છે.

ત્યારબાદ લાસલગાંવ બજાર સમિતિના મુખ્યાલયમાં વેપારીઓ, બજાર સમિતિના સંચાલક અને કૃષિ સાધના મહિલા સહકારી સંસ્થાના પ્રમુખ વચ્ચે બેઠક મળી હતી. ત્યારે આ બેઠકમાં સંબંધિત મહિલા સંગઠન દ્વારા નાફેડ દ્વારા ડુંગળીની ખરીદી સંબંધિત બીલ અને તમામ દસ્તાવેજો જોયા બાદ વેપારીઓએ હરાજીમાં ભાગ લેતી મહિલાઓનો પોતાનો વિરોધ પાછો ખેંચી લીધો હતો અને હરાજીમાં ભાગ લેતી મહિલાઓની અડચણો દૂર કરવામાં આવી હતી.

Read more