વાહ…આ રાજુલાનો આ યુવક ફોટો પડાવ્યા વિના લોકોની મદદ કરે છે, પોતાને વાવાઝોડાંમાં નુકસાન થયું છતાં અડીખમ

rajulas
rajulas

રાજુલાના ડુંગર ગામના યુવાનનો એક અનોખી સેવા શરૂ કરી છે. યુવકનું નામ વિપુલ નારીગરા છે. તે સામાન્ય કુટુંબમાંથી આવે છે આ યુવકે 2 હજાર ઘરોમાં રેશન કીટ પહોંચાડવાનું નક્કી કર્યું અને હાલ ગાંધીનગરમાં રહેતો આ યુવક પરિવાર સાથે રાજુલાના ગામોમાં રાશન વિતરણ કરી રહ્યો છે. અને મહત્વની વાત એ છે કે, તે આ માટે કોઈ પણ પ્રકારની ફોટોગ્રાફી કરતો નથી. દસ વર્ષ પહેલાં તે એક હોટલમાં વેઈટરની નોકરીમાં કરતો હતો અને ક્રિકેટની પ્રેક્ટિસ કરી હતી.

આજે તેમની સ્થિતિ સારી છે, જેને તેઓ બજરંગદાસ બાપાની કૃપા માને છે. તેના રાજુલા સ્થિત મકાનનો બીજો માળ પણ વાવાઝોડામાં તૂટી ગયો છે, જોકે તેણે કામ ચાલુ રાખ્યું છે. માત્ર બે દિવસમાં, તેઓએ 500 થી વધુ કીટનું વિતરણ કર્યું છે. ઘણાએ વિપુલના કામને બિરદાવ્યું છે.

Raed More