ગુજરાત પર મોટું સંકટ! ચોમાસા પહેલા વાતાવરણ પલટાયું, આગામી 7 દિવસ ભારે પવન સાથે આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!

ચોમાસાના આગમન પહેલા જ ગુજરાતમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વધુ સક્રિય થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં…

ચોમાસાના આગમન પહેલા જ ગુજરાતમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વધુ સક્રિય થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. તો ચાલો જાણીએ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે શું આગાહી કરી છે અને ક્યાં વરસાદ પડશે?

આગામી 7 દિવસ રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં વરસાદ પડી શકે છે. તો, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હાલમાં, બે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાને કારણે, સમગ્ર રાજ્યના હવામાનમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે.

હવામાન વિભાગે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે મધ્ય ગુજરાતમાં મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરામાં વરસાદની આગાહી છે. બીજી તરફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દક્ષિણ ગુજરાતમાં પણ અનુભવાશે. ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે જૂન મહિનાની ચોક્કસ તારીખો જાહેર કરતા કહ્યું છે કે રાજ્યના ઘણા વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે 5 જૂન સુધી વરસાદી સ્થિતિ ચાલુ રહેશે. ત્યારબાદ, 7 થી 9 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં મેઘરાજા શક્તિશાળી એન્ટ્રી કરી શકે છે.

જૂનના મધ્યમાં, એટલે કે 11 થી 15 જૂન દરમિયાન, ફરી એકવાર તોફાન અને પવન સાથે તોફાની વરસાદની શક્યતા છે. જ્યારે જૂનના અંતમાં એટલે કે 20 થી 28 જૂન દરમિયાન, સમગ્ર ગુજરાતમાં સામાન્ય અને ચોમાસુ વરસાદ પડશે.

જૂનમાં ભારે વરસાદની આગાહી વચ્ચે, અંબાલાલ પટેલે જુલાઈ મહિના અંગે ચિંતાજનક સંકેત પણ આપ્યા છે. તેમણે કહ્યું છે કે હવામાન વૈજ્ઞાનિકો જુલાઈમાં પેસિફિક મહાસાગરમાં સક્રિય થનારા ‘અલ નિનો’ની ભારત અને ગુજરાતના ચોમાસા પર થતી અસર પર નજર રાખશે. અલ ​​નિનો સ્થિતિને કારણે, જુલાઈમાં વરસાદની ગતિ થોડી ધીમી પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *