ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી! જાણો કઈ તારીખથી મેઘરાજા બોલાવશે ધડબડાટી

લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ગુજરાત માટે સારા સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસુ સત્તાવાર રીતે બેઠી શકે છે.…

varsad

લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ગુજરાત માટે સારા સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસુ સત્તાવાર રીતે બેઠી શકે છે. મહારાષ્ટ્રથી આગળ વધેલું ચોમાસું હવે ગુજરાતના દરવાજા પર પહોંચી ગયું છે અને આગામી સાત દિવસ સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ જિલ્લામાં વરસાદ માટે યલો એલર્ટ
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ખાસ આગાહી કરી છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ પડી શકે છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદી વાતાવરણની શક્યતા છે.

માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં, પરંતુ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જેના કારણે માછીમારોને ખાસ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાતોના મતે, ચક્રવાતી પરિભ્રમણ અને ટ્રફ સક્રિય થતાં વરસાદની તીવ્રતા વધશે. જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. પ્રખ્યાત આગાહીકાર અંબાલાલ પટેલે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાવણી માટે યોગ્ય વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, 28 અને 29 જૂને બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થશે. તેના ભેજને કારણે, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની તીવ્રતા વધશે.

આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
વડોદરા, મહિસાગર, પંચમહાલ, સાબરકાંઠા, હિંમતનગર, પાટણ, સમી અને હારિજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ સારા વરસાદના સંકેતો મળી રહ્યા છે. એટલે કે, ઉત્તર ગુજરાતમાં પણ વાવણી માટે યોગ્ય વરસાદ થવાની ખેડૂતોને આશા છે.

એક તરફ, ચોમાસાનું આગમન નજીક આવી રહ્યું છે. બીજી તરફ, વરસાદી વાદળો સાથે ખેડૂતોની આશા હવે આકાશમાં ઉંચી ઉડતી જોવા મળી રહી છે. જો આગાહીઓ સાચી પડે, તો આગામી દિવસોમાં ગુજરાતના ખેતરો હરિયાળીથી છવાઈ જશે અને વાવણીની શરૂઆત પણ વેગ પકડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *