બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય: ગુજરાતમાં આ તારીખથી વરસાદ ફરી બોલાવશે ભુક્કા!

ગુજરાતમાં મેઘરાજા હજુ શાંત થવાના મૂડમાં નથી. હાલમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે એક મોટા સમાચાર આપ્યા છે.…

varsad

ગુજરાતમાં મેઘરાજા હજુ શાંત થવાના મૂડમાં નથી. હાલમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે એક મોટા સમાચાર આપ્યા છે. બંગાળના અખાતમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે 30 જુલાઈથી રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદ પડશે. આ ખતરાને ધ્યાનમાં રાખીને, રાજ્યમાં આગામી 2 દિવસ માટે ‘યલો એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. આ નવી સિસ્ટમને કારણે, 30 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાણીના બોમ્બ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. બીજી તરફ, વાહનચાલકો માટે રાહતના સમાચાર એ છે કે ભારે પૂરને કારણે બંધ થયેલ રાજકોટ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ હવે ટ્રાફિક માટે ફરીથી ખોલવામાં આવ્યો છે.

30 જુલાઈ અને 1 ઓગસ્ટે ક્યાં વરસાદ પડશે?

નંદન નીલેકણી કોણ છે, જેમને પીએમ મોદીએ પરીક્ષા સુધારાની જવાબદારી સોંપી છે? આ અંગે વિગતવાર માહિતી આપતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં રચાયેલી નવી સિસ્ટમ ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો કરશે. આ સિસ્ટમના પ્રભાવ હેઠળ:

૧ ઓગસ્ટ: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજા વરસાદ કરશે.

અત્યાર સુધીમાં (૨૬ જુલાઈ સુધીમાં) રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ સામાન્ય કરતાં ૧૨% વધુ નોંધાયો છે, જ્યારે અમદાવાદમાં સામાન્ય કરતાં ૪૫% વધુ વરસાદ પડ્યો છે.

છેલ્લા ૨૪ કલાક અને મોસમના વરસાદના આંકડા

જો વરસાદના આંકડા જોઈએ તો, રવિવારે રાજ્યના ૬૪ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, જેમાં અમીરગઢ અને કપરાડામાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. જોકે, છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો, રાજ્યના ૩૨ જિલ્લાઓના ૨૦૪ તાલુકાઓમાં સરેરાશ ૧૪.૯૬ મીમી (૦.૫૯ ઇંચ) વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ ૫.૫૧ ઇંચ વરસાદ પડ્યો છે. સવારે 6 વાગ્યા સુધીના આંકડા મુજબ, રાજ્યમાં ચાલુ સિઝનનો કુલ સરેરાશ વરસાદ 53.67% (19.21 ઇંચ) નોંધાયો છે.

કયા ઝોનમાં કેટલો વરસાદ પડ્યો છે?

રાજ્યમાં ઝોનવાર નોંધાયેલા વરસાદની ટકાવારી નીચે મુજબ છે:

દક્ષિણ ગુજરાત: 77.42% (સૌથી વધુ)

પૂર્વ-મધ્ય ગુજરાત: 45.22%

સૌરાષ્ટ્ર: 43.50%

ઉત્તર ગુજરાત: 39.53%

કચ્છ: 18.89% (સૌથી ઓછું)

જળાશયોમાં નવું પાણી: નર્મદા ડેમ 69.25% ભરાયો

સતત વરસાદને કારણે, રાજ્યના જળાશયોમાં નવા પાણીની બમ્પર આવક પણ થઈ છે. ગુજરાતની જીવાદોરી, સરદાર સરોવર (નર્મદા ડેમ), તેની કુલ ક્ષમતાના 69.25% ભરાઈ ગયો છે. આ ઉપરાંત, રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ 45.17% પાણીનો સંગ્રહ થયો છે.

100% ભરાઈ ગયા છે: 14 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે અને ઓવરફ્લો થઈ ગયા છે.

70% થી 100%: 25 ડેમ ભરાઈ ગયા છે.

પાણીના આ ભારે પ્રવાહને ધ્યાનમાં રાખીને, સલામતીના ભાગ રૂપે, વહીવટીતંત્રે 21 ડેમ માટે ‘હાઈ એલર્ટ’, 4 ડેમ માટે ‘એલર્ટ’ અને 14 ડેમ માટે ‘ચેતવણી’ જારી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *