ગુજરાત પર ફરી મંડરાયું સંકટ! આગામી 24 કલાક આ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી, જાણો સપ્ટેમ્બરની આગાહી

હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને મહિસાગર, પંચમહાલ, દાહોદમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અરવલ્લી,…

હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને મહિસાગર, પંચમહાલ, દાહોદમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અરવલ્લી, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે પીળો એલર્ટ આપવામાં આવ્યો છે. હાલમાં, ગુજરાત ઉપર ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની શક્યતા વધી છે. બીજી તરફ, અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યમાં ગાજવીજ અને વીજળી સાથે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શીયર ઝોન, મોનસુન ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે વરસાદની શક્યતા રહેશે. ૧૩ અને ૧૪ ઓગસ્ટે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. જેની અસર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં જોવા મળશે. ૧૭, ૧૮ અને ૧૯ ઓગસ્ટે રાજ્યનું હવામાન ફરી બદલાશે. કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે.

બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓગસ્ટની શરૂઆતમાં વરસાદ પડવાનું મુખ્ય કારણ પ્રશાંત મહાસાગરમાં સક્રિય થયેલ ચક્રવાત હતું. આ સિસ્ટમ હવે દક્ષિણ ચીન તરફ વળી ગઈ છે. આ ફેરફારને કારણે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનવાનો માર્ગ મોકળો થયો છે, જેના કારણે રાજ્યમાં વરસાદની તીવ્રતા ફરી વધશે. રાજ્યમાં આગામી 24 કલાકમાં સારો વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદ પડશે. મધ્યપ્રદેશ અને ગુજરાતના નજીકના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જેમાં પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને મહિસાગરમાં ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે કેટલાક ભાગોમાં પાણી ભરાઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારીના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. તો, સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને હળવદમાં વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે કચ્છમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને રાજસ્થાન-મધ્યપ્રદેશની નદીઓમાં હળવો પૂર આવી શકે છે.

રાહત આપતાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ૧૨ ઓગસ્ટ સુધી વરસાદ ચાલુ રહી શકે છે. જોકે, ૧૩ ઓગસ્ટથી ગુજરાતમાં ચોમાસું વિરામ લેશે અને હવામાન થોડું સ્વચ્છ રહેશે. ત્યારબાદ ૧૭ થી ૧૯ ઓગસ્ટ દરમિયાન હવામાન ફરી બદલાશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. ૨૨ થી ૨૩ ઓગસ્ટ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડશે. ૨૫ થી ૨૮ ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ બનવાને કારણે વરસાદની તીવ્રતા વધશે. ૩૧ ઓગસ્ટે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત સાથે વરસાદી વાતાવરણ રહેશે.

ઓગસ્ટના અંત પછી, સપ્ટેમ્બરમાં પણ મેઘરાજાની વિસ્ફોટક ઇનિંગ ચાલુ રહેશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, 2 અને 7 સપ્ટેમ્બરના રોજ રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર થશે. રક્ષાબંધનના દિવસે પણ વરસાદ પડી શકે છે અને સપ્ટેમ્બર મહિના દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *