ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપ ગુજરાતમાંથી રાજ્યસભા માટે કોના નામની ચૂંટણી લડશે તેની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં કોણ કોની લોટરી જીતી તે પણ જાણીશું.
આખરે ભાજપે ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે ગુજરાતમાંથી 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. સંખ્યાના અભાવે કોંગ્રેસે ફોર્મ નહીં ભરવાની જાહેરાત કરી છે. રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા 8મી ફેબ્રુઆરી 2024થી એટલે કે આજથી શરૂ થશે અને 15મી ફેબ્રુઆરી 2024 સુધી નામાંકન દાખલ કરી શકાશે. ત્યારબાદ 16 ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. ત્યારપછી ઉમેદવાર 20 ફેબ્રુઆરી સુધી પોતાનું ફોર્મ પાછું ખેંચી શકશે. ત્યાર બાદ 27 ફેબ્રુઆરીએ મતદાન પ્રક્રિયા સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ સાંજે 5 કલાકે મતગણતરી કરવામાં આવશે.
રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડા ગુજરાતમાંથી રાજ્યસભામાં જશે. બીજી તરફ લેઉવા પટેલ સમાજના આગેવાન અને સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા પણ રાજ્યસભાના સાંસદ બનશે. બક્ષી મોરચાના અધ્યક્ષ અને ઉત્તર ગુજરાતના નેતા મયંક નાયકે પણ રાજ્યસભાની લોટરી જીતી છે. જ્યારે મધ્ય ગુજરાત ભાજપના નેતા જશવંતસિંહ પરમાર પણ રાજ્યસભામાં જશે. ઉલ્લેખનીય છે કે સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ અયોધ્યામાં બનેલા રામ મંદિર માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.