2021 હોન્ડા અમેઝ ફેસલિફ્ટ ભારતમાં થઇ લોન્ચ,કિંમત માત્ર 6.32 લાખ, જાણો શું સુવિધાઓથી સજ્જ છે

hondaamez
hondaamez

હોન્ડાએ તેની અવડેટ 2021 અમેઝ ફેસલિફ્ટ ભારતમાં લોન્ચ કરી છે. ત્યારે આ દમદાર સેડાન કારની શરૂઆતી કિંમત 6.32 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. ત્યારે આ લોકપ્રિય સેડાન કારમાં ગ્રાહકોને નવું બાહ્ય ભાગ જોવા મળશે. નવી અમેઝના આંતરિક ભાગમાં માત્ર થોડા નાના સુધારાઓ કરવામાં આવ્યા છે, તેથી કાર પહેલા જેવી જ દેખાશે.

2021 હોન્ડા અમેઝ ફેસલિફ્ટની બહારની હાઇલાઇટ્સમાં એલઇડી પ્રોજેક્ટર હેડલેમ્પ્સ સાથે રિવાઇઝ્ડ ફ્રન્ટ બમ્પર, ટ્વેક ફ્રન્ટ ગ્રિલ અને ક્રોમ સરાઉન્ડ સાથે ફોગ લાઇટ્સ શામેલ છે. ત્યારે મોડેલમાં નવા ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સ, ક્રોમ ઇન્સર્ટ્સ સાથે રિફ્રેશ રીઅર બમ્પર અને સી આકારની એલઇડી ટેલલાઇટ્સ મળે છે.

2021 હોન્ડા અમેઝ ફેસલિફ્ટ પાછળના વ્યૂ કેમેરાથી સજ્જ છે ત્યારે જે ડેશબોર્ડ અને ડોર-પેડ્સ માટે ત્રણ અલગ અલગ વ્યુ આપે છે. ત્યારે અન્ય સુવિધાઓની વાત કરીએ તો, મોડેલમાં પેડલ શિફ્ટર્સ, એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટી અને એન્જિન સ્ટાર્ટ-સ્ટોપ બટન આપવામાં આવ્યું છે. સબ -ફોર મીટર સેડાન E, S, V અને VX એમ ચાર વેરિએન્ટમાં આપવામાં આવે છે.

2021 હોન્ડા અમેઝ પાંચ સીટર સેડાન છે જે તમે તમારા 5 લોકોના નાના પરિવાર સાથે સરળતાથી મુસાફરી કરી શકો છો. ત્યારે ભારતમાં સસ્તું સેડાન કારની વાત કરીએ તો અમેઝ પણ આ યાદીમાં સામેલ છે.

નવી અમેઝ ફેસલિફ્ટમાં 1.2-લિટર i-VTEC પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે જે 89 bhp અને 110 Nm ટોર્ક અને 1.5-લિટર i-DTEC ડીઝલ એન્જિન આપશે. તે સિવાય, આ એન્જિન સાથેના ટ્રાન્સમિશન વિકલ્પોમાં મેન્યુઅલ ગિયરબોક્સ અને CVT વચ્ચેનો વિકલ્પ શામેલ હશે.

Read More