આજથી 5 વર્ષ પહેલા તારીખ – 8 નવેમ્બર 2016ના રોજ સમય – રાત્રે 8 કલાકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધન કર્યું હતું તેમાં વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું કે, 500 અને 1000 રૂપિયાની નોટો અડધી રાતથી બંધ થઈ જશે. ત્યારે આ અચાનક થયેલી આ જાહેરાતને પગલે તે સમયે બજારમાં ચાલતી 86% કરન્સી માત્ર કાગળનો ટુકડો બની ગઈ હતી.ત્યારે લોકોને તેમની જૂની નોટો બદલવા માટે 31 ડિસેમ્બર 2016ની સમયમર્યાદા આપવામાં આવી હતી.
પેટ્રોલ પંપ અને એટીએમ પર લોકોની લાંબી લાઇનો જોવા મળી હતી.ત્યારે સમગ્ર દેશભરમાં આ લાઇનોમાં 100 થી વધુ લોકોના મોત થયા છે. મૃત્યુના કારણો અલગ-અલગ હતા પણ તેના પર ઘણું રાજકારણ થયું હતું.ત્યારબાદ ધીમે ધીમે ભારતીય રિઝર્વ બેંકે લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે નવી કરન્સી ઉપલબ્ધ કરાવી.
નોટબંધીને કારણે જીડીપી વૃદ્ધિ દર ચોક્કસપણે નીચે આવ્યો હતો. ત્યારે આર્થિક વિકાસ દર 5%ની આસપાસ રહ્યો હતો. ત્યારે ધંધાકીય પ્રવૃતિઓ થોડા મહિનાઓથી ઠપ્પ થઈ ગઈ ત્યારબાદ નોટબંધી બાદ કેન્દ્ર સરકારે GST લાગુ કર્યો. ઉદ્યોગપતિઓની, ખાસ કરીને એમએસએમઈની હાલત ખરાબ થઈ ગઈ. નોટબંધી પછી પાટા પરથી ઉતરી ગયેલી ભારતીય અર્થવ્યવસ્થા પાટા પર પાછા આવવા માટે સંઘર્ષ કરી રહી છે. કોવિડ-19એ ભારતીય ઉદ્યોગપતિઓની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.
સરકારે નોટબંધીને કાળા નાણાં સામેનું સૌથી મોટું હથિયાર ગણાવ્યું હતું ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે કે 99% ચલણ બેંકોને પરત કરવામાં આવ્યું એટલે કે લોકોએ કાળા નાણાને સંપત્તિમાં ફેરવી નાખ્યું. અમુક અંશે ડિજિટલ પેમેન્ટમાં વધારો થયો હતો ત્યારે થોડા સમય પછી તે પણ રોકડ અર્થતંત્રમાં પરિવર્તિત થઈ ગયું. આવકવેરામાં એક વર્ષ સુધી વધારો જોવા મળ્યો અને કરદાતાઓ પણ વધ્યા, પરંતુ તેની વસૂલાત પર બહુ અસર જોવા મળી નથી.
Read More
- રિલાયન્સ જિયોનો પૈસા વસુલ પ્લાન, ઓછી કિંમતે આપે છે વધારે સુવિધા, જાણી લો ફાયદા
- સરકારની મોટી જાહેરાત, હવે એકને બદલે 3 ફ્રી LPG સિલિન્ડર મળશે, જાણો કોને મળશે?
- દિવાળી પહેલા રામ મંદિર સહિત અનેક ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાડી નાખવાની ધમકી મળી
- સરકારી કર્મચારીઓ માટે નવેમ્બર ખાસ! 10 વર્ષ પછી પગાર વધારવાનો થશે મોટો નિર્ણય
- સોના કરતાં ચાંદી મોંઘી થશે, કિંમત 1.25 લાખ રૂપિયા સુધી પહોંચી જશે, એક્સપર્ટે કરી ભયંકર આગાહી