છેલ્લા બે વર્ષથી સગીર વિદ્યાર્થી મહિલા શિક્ષકના ઘરે ટ્યુશન માટે જતો હતો. ત્યારે લોકડાઉનમાં શાળા બંધ થઇ ત્યારે વિદ્યાર્થી દરરોજ ચાર-ચાર કલાકના ટ્યુશન માટે શિક્ષકના ઘરે જતો હતો. અને બંને 29 મેના રોજ અચાનક ગાયબ થઈ ગયા. રસપ્રદ વાત એ છે કે બંને ઘરેથી કોઈ સામાન લઈને નથી ગયા. શિક્ષકના હાથમાં કિંમતી ચીજોમાં માત્ર એક જ સોનાની વીંટી છે
હરિયાણાના પાણીપત શહેરથી શિક્ષક-વિદ્યાર્થીના પવિત્ર સ-બંધને લાંછન કરનારી એક ઘટના સામે આવી છે. આરોપ છે કે એક ખાનગી શાળાની મહિલા શિક્ષિકા 17 વર્ષીય વિદ્યાર્થીને ફોસલાવીને લઈ ગયા પછી ગુમ થઈ ગઈ છે. પાણીપતની દેશરાજ કોલોનીમાં એક ખાનગી શાળામાં આ શિક્ષિકા છૂટાછેડા લીધેલ છે અને તે તેના માયકામાં રહેતી હતી.
વિદ્યાર્થીના પિતાએ જિલ્લા પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું છે કે તેનો પુત્ર રાબેતા મુજબ 29 મેના રોજ બપોરે 2 વાગ્યે મહિલા ટીચરના ઘરે ટ્યુશન માટે ગયો હતો ત્યારબાદ તે પાછો ફર્યો ન હતો. શિક્ષકના પરિવારજનોએ પહેલા ઘણા કલાકો સુધી કંઇ કહ્યું નહીં, ત્યારબાદ શિક્ષકના પિતાએ પુત્રીના ગાયબ થવા અંગે માહિતી આપી.
પોલીસે આરોપી શિક્ષક વિરુદ્ધ અ-પહરણનો ગુનો નોંધ્યો છે. ત્યારે પોલીસ શિક્ષક અને વિદ્યાર્થીની શોધખોળ કરી રહી છે પણ હજી સુધી બંનેની કોઈ ભાળ મળી નથી. મોબાઇલ ફોન ગાયબ થયા પછીથી બંધ થયા છે. પોલીસને અપાયેલી ફરિયાદમાં વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું છે કે તેનો પુત્ર 11માં ધોરણનો વિદ્યાર્થી છે અને આરોપી મહિલા તેનો વર્ગ શિક્ષક છે.
Read More
- મોટો આંચકો: રસોઈ ગેસ મોંઘો થયો, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો
- પેટ્રોલ અને ડીઝલ પ્રતિ લિટરે 2 રૂપિયાનો ભાવ વધારો! સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો
- મોંઘવારીનો વધુ એકમાર ! 9 મહિના પછી CNGના ભાવમાં 1 રૂપિયાથી લઈને 3 રૂપિયા સુધીનો વધારો
- પાણીના ભાવે વેચાઈ રહ્યું છે ક્રૂડ! પેટ્રોલ અને ડીઝલ થયા એકદમ સસ્તા, જાણો હવે એક લિટરના કેટલા આપવાના?
- સોનામાં તોતિંગ વધારો, ચાંદીમાં 1500 રૂપિયાનો ઉછાળો; આજના નવા ભાવ જાણીને હાજા ગગડી જશે!