બાઇક ચલાવવાની ખોટી રીતોને કારણે એન્જિન પર દબાણ આવે છે, જેના કારણે માઇલેજ ઓછું થવાનું શરૂ થાય છે.આજે અમે તમારા માટે આવી જ કેટલીક ટીપ્સ લઈને આવ્યા છીએ, જેના બાદ તમે તમારી બાઇકનું માઇલેજ વધારી શકો છો.
સર્વિસ : ટુ-વ્હીલરની રેગ્યુલર સર્વિસ એન્જિનને સરળતાથી ચાલતી રાખે છે જેના કારણે દબાવ તેમજ માઇલેજ પર સારી અસર પડે છે. ત્યારે તેથી વાહનની સર્વિસ સમયસર કરવી જોઈએ
એર ફિલ્ટર બરાબર હોવું જોઈએ : નિયમિત રૂપે એર ફિલ્ટરની સફાઈ કરતા રહેવું જોઈએ એન્જિનમાં જતી હવા આ ફિલ્ટર્સમાંથી પસાર થાય છે. જો આ ફિલ્ટર ગંદા થઈ જાય છે, તો એન્જિનને પૂરતી હવા મળતી નથી.
આને કારણે બાઇકનું પરફોર્મન્સ અને માઇલેજ પણ અસર થાય છે. એટલા માટે સમય સમય પર બાઇકના એર ફિલ્ટર્સની સફાઈ કરવી જરૂરી છે
ઓઇલ ફિલ્ટર : કેટલીક વખત કોઈ કારણોસર ગંદકી એન્જિન સુધી પહોંચે છે. ત્યારે આવા કિસ્સામાં તમારું મોટરસાયકલના એન્જિનમાં ઇન્સ્ટોલ કરેલું ઓઇલ ફિલ્ટર યોગ્ય છે તો તે એન્જિનમાં થતી ગંદકીને રોકી શકે છે. ત્યારે આ ફિલ્ટર કેટલાક સમયમાં ક્ષતિગ્રસ્ત થઇ જાય છે, તેથી તેને બદલવું જોઈએ.
ટાયરની સાઈઝ : તમામ સ્પોર્ટ્સ બાઇકમાં કેટલીકવાર લોકો મોટી સાઈઝના ટાયર નાખે છે, પરંતુ તે એન્જિન પર દબાણ લાવવાનું શરૂ કરે છે.
સ્પાર્ક પ્લગ સ્વચ્છ રાખો: સ્પાર્ક પ્લગ ગંદા હોય ત્યારે બાઇક ધુમાડો કરવાનું શરૂ કરે છે.ત્યારે આ બાઇકના માઇલેજને અસર કરે છે. ત્યારે ટ્વીન હેડ સ્પાર્ક પ્લગ પણ બજારમાં મળે છે, જે ઇંધણને સંપૂર્ણ રીતે ઉપયોગ કરે છે. આ બાઇકની માઇલેજને વધારશે.
Read More
- મોદી સરકારે રદ કર્યા 6 કરોડ રેશનકાર્ડ , શું તમારું પણ યાદીમાં નામ નથી ને ?
- ICC રેન્કિંગઃ વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈંગ્લેન્ડના આ સ્ટારને પછાડી વિશ્વ નંબર-1 બન્યો
- 1 લાખ રૂપિયા ચૂકવો અને ઘરે લાવો આ મારુતિ કાર જે 34 કિમીથી વધુ માઈલેજ આપે છે, EMI માત્ર આટલું જ છે
- આ 3 રાશિઓ માટે શનિ-રાહુનો સંયોગ છે ખતરો! પિશાચ યોગના કારણે પરેશાનીઓનો સામનો કરવો પડશે
- સોનું મોંઘુ થયું, 24 અને 22 કેરેટ સોનાનો ભાવ