સબકોમ્પેક્ટ એસયુવી ભારતમાં લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.ત્યારે કાર ઉત્પાદકો આ સેગમેન્ટમાં ઘણું ધ્યાન આપી રહ્યા છે. ત્યારે આ એક સેગમેન્ટ છે જેમાં દરેક કંપની ગ્રાહકોને નવી ડિઝાઇન અને કિંમતોથી આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે તમે પણ સબકોમ્પેક્ટ એસયુવી લેવાનું વિચારી રહ્યા છો અને બજેટ 6 લાખ રૂપિયાની નજીક છે, તો તમે દક્ષિણ કોરિયાની કંપની કિયા મોટર્સની સોનેટ કાર ખરીદી શકો છો. 94 હજારના ડાઉન પેમેન્ટ બાદ તમે આ કારનું બેઝ મોડલ (1.5 HTE ડીઝલ) ઘરે લઈ જઈ શકો છો.
ત્યારે તમે ઈએમઆઈનો બોજ થોડો હળવો કરવા માંગો છો તો તમે સાત વર્ષ માટે લોન લઈ શકો છો. આ દરમિયાન તમારે કુલ 11,71,632 રૂપિયા ચૂકવવા પડશે જેમાંથી 3,26,210 રૂપિયા વ્યાજ હશે. તમારે દર મહિને 13,948 રૂપિયાની EMI ચૂકવવી પડશે.
તમને જણાવી દઈએ કે કિયા સોનેટ 23 વેરિએન્ટમાં મળે છે ત્યારે સોનેટનું બેઝ મોડલ 1.2 HTE છે અને ટોપ વેરિએન્ટ 1.5 GTX પ્લસ ડીઝલ AT ડ્યુઅલ ટોન છે. ટોપ વેરિએન્ટની કિંમત 13.19 લાખ રૂપિયા છે. ત્યારે તેમાં ઘણી હરીફાઈ છે. જો તમે સબકોમ્પેક્ટ એસયુવી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે કિયાની સોનેટ કાર ખરીદી શકો છો.ત્યારે કિયા મોટર્સ ઇન્ડિયાએ તાજેતરમાં જ ભારતમાં માત્ર 17 મહિનામાં 2 લાખ વાહનોના 2 લાખ ઘરેલુ વેચાણના આંકડાને પાર કરી દીધા છે.
તમને આ કારમાં 1.5 લિટર ડીઝલ એન્જિન મળશે જે 100hp અને 115hp પાવર આઉટપુટ સાથે આવે છે. સાથે આ કારમાં તમને પાવર વિન્ડો ફ્રન્ટ, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, એર કંડીશનર અને પાવર સ્ટીયરિંગ જેવા ફીચર્સ મળશે. કંપનીનો દાવો છે કે આ કાર એક લિટર ડીઝલ પર 20 કિમી સુધી માઇલેજ આપે છે.
કિયા સોનેટ 7 સીટ સંપૂર્ણ વિગતો આને જોતા કંપની ટૂંક સમયમાં જ તેનું 7 સીટર વર્ઝન બજારમાં લાવી રહી છે. માનવામાં આવે છે કે આ કાર 8 એપ્રિલે ઇન્ડોનેશિયામાં લોન્ચ થઈ શકે છે.
Read More
- ગુરુ પુષ્ય યોગના લાભથી આ રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે, કામકાજમાં દિવસમાં બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ થશે.
- હિંદુ ધર્મના 16 સંસ્કારોમાંથી એક છે પુંસવન સંસ્કાર, જાણો શા માટે ગર્ભવતી મહિલાઓ માટે તેનું મહત્વ કેમ છે.
- રાજકોટમાં બનશે દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ:અહીં વૃદ્ધોને મળશે ફાઈવસ્ટાર હોટલ જેવી સુવિધા
- અમેરિકામાં ગૌતમ અદાણી પર ધરપકડની લટકતી તલવાર, અદાણી ગ્રુપના શેરમાં કડાકો , બજાર પણ લાલચોળ
- સસ્તામાં મોંઘી વસ્તુઓનો આનંદ લો, 50 લાખ રૂપિયાની આ કાર માત્ર 7.5 લાખ રૂપિયામાં ઘરે આવશે, ડાઉન પેમેન્ટ પણ શૂન્ય થશે.