દિવસેને દિવસે વધતી જતી મોંઘવારી લોકોના ખિસ્સા પરનો બોજ વધારી રહી છે.ત્યારે સામાન્ય માણસની કમર ભાંગી રહી છે. તેલ, દૂધ, બ્રેડ પર ભાવ વધાર્યા બાદ હવે સાબુ અને ડિટર્જન્ટ મોંઘવારીની પકડમાં આવી ગયા છે. ત્યારે હવે લોકોને નહાવા અને કપડાં ધોવા મોંઘા પડી રહ્યા છે. ત્યારે તમને જણાવી દઈએ કે રોજબરોજની વસ્તુઓની કિંમતોમાં વધારાને કારણે સામાન્ય માણસના ઘરનું બજેટ બગડી જાય છે.
દેશની સૌથી મોટી FMCG કંપની હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડએ સાબુ અને ડિટર્જન્ટની કિંમતોમાં વધારો કર્યો છે. ત્યારે વ્હીલ પાવડરની કિંમતમાં 3.5 ટકા સુધીનો વધારો અને લક્સ સાબુની કિંમતમાં 8 થી 12 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય ડિટર્જન્ટ અને તેના સાબુના દરમાં 14 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ત્યારે સાબુ અને ડિટર્જન્ટની કિંમતોમાં વધારો થવાને કારણે, નિષ્ણાતો જણાવે છે કે ઇંધણમાં વધારો થવાને કારણે કંપનીઓનો ખર્ચ વધ્યો છે. તેથી જ કંપનીઓ કિંમતમાં વધારો કરી રહી છે. તમને જણાવી દઈએ કે લક્સ સાબુ હિન્દુસ્તાન યુનિલિવરની લોકપ્રિય બ્રાન્ડ છે, જે બ્રિટિશ કંપની યુનિલિવરની પેટાકંપની છે. જેની બજારમાં સૌથી વધુ માંગ છે.
Read More
- સોનું ₹5,000 સસ્તું થશે! નિષ્ણાતોએ જણાવ્યું કે ઘટાડાનું કારણ શું છે?
- સોનું રેકોર્ડ ઉછાળા માટે તૈયાર… શું તે પ્રતિ ૧૦ ગ્રામ ૧.૨૫ લાખ રૂપિયા સુધી પહોંચશે?
- ચોમાસાને લઈ હવામાન વિભાગની મોટી આગાહી,આ તારીખે થશે ચોમાસાની એન્ટ્રી ?
- ૩,૦૦૦ રૂપિયાનો પાસ અને આખા વર્ષ માટે ટોલનું કોઈ ટેન્શન નહીં… નીતિન ગડકરીનો જોરદાર પ્લાન
- પશ્ચિમી વિક્ષોભ ફરીથી સક્રિય થશે, 24 રાજ્યમાં વાવાઝોડા સાથે પડશે વરસાદ અને કરા,જાણો નવી આગાહી