સોના-ચાંદીના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.ત્યારે તમે દિવાળી અથવા ધનતેરસ પર સોનું ખરીદ્યું હોય. તો અત્યાર સુધીમાં તમે ઘણું બધું મેળવી લીધું હશે.ત્યારે છેલ્લા બે દિવસમાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 1000 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે MCA પર શુક્રવારે સોનાનો વાયદો 0.82 ટકા વધીને રૂ. 48000 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયો છે.
ચાંદી પણ મોંઘી થઈ
આ સિવાય ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદી પણ મોંઘી થઈ ગઈ છે. ત્યારે શુક્રવારે ચાંદી 0.33 ટકા વધીને 64330 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.ત્યારે તમને જણાવી દઈએ કે છેલ્લા 2 ટ્રેડિંગ સેશનમાં સોનાની કિંમત લગભગ 1000 રૂપિયા મોંઘી થઈ ગઈ છે.
વૈશ્વિક માર્કેટમાં સોનું રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે
વૈશ્વિક બજારની વાત કરીએ તો અહીં શુક્રવારે પણ સોનું 1 ટકા વધીને બંધ થયું છે. આ વધારા બાદ સોનાની કિંમત 2 મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. વૈશ્વિક બજારમાં હાજર સોનું 1.2 ટકા વધીને 1813 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયું હતું. તે જ સમયે, ચાંદી 1.2 ટકા વધીને 24.05 ડોલર પ્રતિ ઔંસ હતી.
Read More
- શનિની નક્ષત્રમાં સૂર્યનું ગોચર આ 3 રાશિઓ માટે દુઃખદાયક રહેશે, તેમને ધન અને માન-સન્માનનું નુકસાન થઈ શકે છે!
- વાવાજોડા બાદ એક નહીં બે-બે માવઠા બોલાવશે તબાહી, અંબાલાલ પટેલની ડરામણી આગાહી
- આ 5 રાશિના જાતકોને 2026 માં તેમના કરિયર અને સંબંધોમાં અવરોધોનો સામનો કરવો પડશે. શનિ અને રાહુનો પ્રભાવ વર્ષને પડકારજનક બનાવશે.
- મોક્ષદા એકાદશી પર ગ્રહો અને નક્ષત્રોનો શુભ સંયોગ; આ સમયે પૂજા કરવાથી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થશે.
- રશિયા પાસેથી ખરીદેલા તેલ પર 500 ટકા ટેરિફ લાદવામાં આવશે, યુએસ સંસદમાં એક બિલ રજૂ કરવામાં આવી રહ્યું છે; નિશાન કોણ છે?
